- 14 વર્ષીય સગીરા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મની ઘટનાથી ચકચાર
- 32 સપ્તાહનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો
- દરગાહના મેળામાં સગીરા સાથે થઇ મિત્રતા
વડોદરા : એક શખ્સે 14 વર્ષીય સગીરા પર સાત વખત દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી. દરગાહના મેળામાં શખ્સે સગીરા સાથે મિત્રતા કરી હતી અને તે બાદ હોટેલ સહિત મહીસાગર નદીની ઝાડીમાં 6 થી 7 વખત તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
સગીરાને 32 સપ્તાહનો ગર્ભ
મળતી માહિતી મુજબ, વડોદરાનો યુવક અઝીમુદ્દીન સૈયદની દરગાહના મેળામાં 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ટેલિફોનિક વાતચિતોનો સિલસિલો શરૂ થયો હતો. જે બાદ મળવાના બહાને યુવક સગીરાને 8 મહિના પહેલા હોટેલ અને ત્યારબાદ સિંધરોટ ચેકડેમ પર ફરવા લઇ જવાના બહાને લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડતા પરિવારજનોને જાણ થઇ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યા સગીરાને 32 સપ્તાહનો ગર્ભ રહી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારજનોના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને સમગ્ર ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને દબોચી લીધો
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં રહેતી 14 વર્ષીય સગીરાને દરગાહના મેળામાં અઝીમુદ્દીન બદરુદ્દીન સૈયદ સાથે મિત્રતા થઈ હતી.યુવકે સગીરા સાથે ચતુરાઈ પૂર્વક તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને સતત બંને મોબાઈલ પર એકબીજાના સંપર્કમાં રહેતા હતા. જે બાદ 8 મહિના પહેલા યુવક તેને ગાર્ડન ખાતે ફરવાના બહાને લઈ જઈ ત્યાંની હોટેલમાં દુષ્કર્મ આચર્યું હતું.આ ઉપરાંત ઝાડીઓમાં પણ લઈ જઈને 6 થી 7 વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાને 32 સપ્તાહનો ગર્ભ રહી ગયો હતો તેને દુખાવો થતા તેણે સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને કરી હતી.