મળતી વિગતો પ્રમાણે, વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વર્તમાન સાંસદ બીજી વાર પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવશે. ત્યારે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી નોંધાવતાટેકેદાર બનાવતા મધ્યમ વર્ગીય ચોકીદાર કમ પાટીદાર યુવક જયેશ પટેલને ટેકેદાર બનાવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોકીદાર બન્યો ટેકેદાર, વડોદરાના રંજનબેન ભટ્ટે ચોકીદારને બનાવ્યો પોતાનો ટેકેદાર - ranjanben bhatt
વડોદરા: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના નામની જાહેરાતની સાથે સાથે જાહેર કરેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે રંજનબેન ભટ્ટે એક ચોકીદારને પોતાનો ટેકેદાર બનાવ્યો છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રહેશે ઉપસ્થિત તો મહત્વપૂર્ણ વાત એ છે કે,આ ઉપરાંત રંજનબેન ભટ્ટના ડમી ઉમેદવાર તરીકે માજલપુરના ધારાસભ્ય તેમજ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ બનશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચા વાળાને પોતાનો ટેકેદાર બનાવ્યો હતો. હવે ચા વાળા બાદ ચોકીદાર બન્યો ટેકેદાર