સરકાર દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વડોદરા શ્રી શત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને લઈને સાથે અસામાજિક તત્વો દ્વારા ઉપસ્થિત કરવામાં આવતી પરિસ્થિતિના નિવારણ માટે મોટી સંખ્યામાં વડોદરા શહેરના ચારે સમાજનાજૈન લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવું હતી. આ માંગણીઓવું સરકાર દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો મહાતીર્થને બચાવવા મહારેલી, કહ્યું ગિરિરાજ પર દાદા ચાલશે દાદાગીરી નહીં
સમગ્ર જૈન સમાજમાં આક્રોશઝારખંડ સરકારે જૈનસમાજના મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. આ નિર્ણયનો દેશભરમાં જૈન સમાજ વિરોધ કરે છે. સંમેદ શિખર તરીકે ઓળખાતા જૈનોનું આ પવિત્ર સ્થળ પ્રવાસન સ્થળ બનશે તો અહીં હોટલો ખુલશે અને માંસ મદિરાનું પણ વેચાણ થશે. આમ થવાથી સમગ્ર જૈન સમાજની લાગણી દુભાય છે. જેથી આ સરકારના નિર્ણયને સમગ્ર જૈન સમાજ વખોડે છે. તો બીજી તરફ રાજ્યમાં શ્વેતાંબર જૈન સમાજ પવિત્ર ધર્મ સ્થળ પર થઈ રહેલા અતિક્રમણના વિરોધમાં સમગ્ર જૈનસમાજનો વિરોધ (Protest of Jain Samaj ) જોવા મળ્યો હતો અને આજે વડોદરા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો પવિત્ર તીર્થ સ્થાનો સમેત શિખર અને શેત્રુંજય પર્વતની સુરક્ષાને લઈ જૈન સમાજ રસ્તા પર
ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી નહીં લેવામાં આવે આ અંગે જૈન અગ્રણી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાલીતાણા જૈન તીર્થ સાથે ઝારખંડ સરકાર દ્વારા સમિત શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે મહારેલી યોજી છે. જૈન સમાજના બંને તીર્થ ધામ પવિત્ર છે અને આ બંને તીર્થોને બચાવવા માટે આજે મહારેલી યોજી છે. સાથે આ તીર્થ સ્થાનો ને લઈ પાલિતાણામાં ગેરકાયદે બાંધકામ થયા છે. અને જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં પવિત્ર પાલિતાણામાં પવિત્ર ગિરિરાજની ઉપર દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આ બાબતોને લઈ અમારો વિરોધ છે. આ ભૂમિ બહુજ પવિત્ર છે.
પવિત્ર સ્થાનને પ્રવાસન સ્થળ યોગ્ય નથીઝરખંડના સમિત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવી છે. જે યોગ્ય નથી આ પવિત્ર જગ્યા પર ભવ્યતા ખરાબ થાય છે અહીં માંસ મદિરા જેવા દૂષણો આવે છે જે અપવિત્ર ગણવામાં આવે છે. આ જ પવિત્ર સ્થાનને શા માટે પ્રવાસન સ્થળ જાહેર કરાયો છે. આ તીર્થંકર સ્થળ અમારી પવિત્ર ભૂમિ છે અને અમે આ ચલવી નહીં લઈએ સાથે. અમે જૈનો છે તેનો મતલબ એ નથી કે અમે મૌન છીએ. કાયરતા નથી. અમારું મૌન છે, અમારી મજાક નથી તેનું ધ્યાન આપવું જોઈએ.
પાલિતાણામાં વિવિધ દૂષણો પ્રસર્યા છે આ અંગે અન્ય મહિલા આગેવાનો જણાવ્યું હતું કે જૈન અગ્રણીઓ દરેક જગ્યાએ સપોર્ટ કરીયે છીએ. આજે ધાર્મિક સ્થળ ને રીનોવેટ કરવામા આવે છે. અમારા ધાર્મિક સ્થાનોને શા માટે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે છે. ક્યારેય સરકાર પાસેથી અમે અમારા ધાર્મિક સ્થાનોને વિકસાવવા માટે એક પણ રૂપિયો માગ્યું નથી. અમારા ધાર્મિક સ્થાનો પોતાના જ પૈસાથી વિકસાવ્યા છે. ઉપરાંત અમે સરકારના વિવિધ ધાર્મિક સ્થળોને મદદ માટે પૈસા આપીએ છીએ તો અમારા જ ધાર્મિક સ્થળને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે. સાથે જ પાલીતાણામાં પણ ઘણા બધા ન્યુસન્સ ચાલી રહ્યા છે. ત્યાં તોડફોડ ચાલી રહી છે. અમારે તીર્થકરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને અમારા મહારાજ સાહેબ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે. જે અમે બિલકુલ ચલાવી નહીં લઈએ. આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે અને આંદોલન પણ કરીશું.
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આજે અપાયેલ આવેદનને લઈ કલેક્ટર દ્વારા વાત ઉપર રજુ કરવાની ખાતરી આપી છે. સમયસર આ બાબતે નિકાલ નહીં લાવવામાં આવે તો ધારણ કરીશું સાથે ઉપવાસ આંદોલન કરીશું. આજ બાબતને લઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો સૌ પ્રથમ ગાંધીનગર ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપીશું અને ઉગ્ર આંદોલન કરીશું.