વડોદરાઃ કોરોના વાઇરસની મહામારીને લઈ સભા સરઘસ અને રેલી યોજવા પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. તેવામાં હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ મિત્રો સાથે કાર અને મોટર બાઇક સાથે સુરજ કહાર ઉર્ફે સુઈ અને તેના મિત્રોએ સેન્ટ્રલ જેલથી લઈ વારસિયા તેના ઘર સુધી રેલી યોજી હતી. તેમજ તેનો ટીકટોક બનાવી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.
હત્યાનો આરોપી ઓડીમાં રેલી કાઢીને ઘરે પહોંચ્યો, ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો ગુનો - વડોદરા
વડોદરામાં હત્યાના ગુનામાં જામીન પર છૂટી સેન્ટ્રલ જેલથી રેલી યોજનારા સુરજ કહાર ઉર્ફે સુઈ અને તેના મિત્રો વિરૂદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી રેલીમાં ઉપયોગમાં લેવાયેલી ઓડી કાર કબ્જે કરી સૂરજ કહાર અને તેના મિત્રોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મીડિયામાં પ્રસિદ્ધ થતા હરકતમાં આવેલી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલી યોજનારા સુરજ કહાર અને તેના મિત્રો વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૂરજ અને તેના મિત્રોને ઝડપી પાડવા ત્રણ ટીમો કામે લગાડી છે. આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલી યોજવામાં ઉપયોગ લેવાયેલી લાલ રંગની ઓડી કાર સોમવારે ઝડપી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા નજીક વાહન ઓવરટેકની નજીવી તકરારમાં કેવલ જાદવ નામના યુવકને મુઢ માર મારવામાં આવ્યો હતો. જેની ફરિયાદ નોંધાવા કેવલ પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો, અને ત્યારબાદ તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. જે ગુનામાં સૂરજ અને તેના સાગરીતોની ધરપકડ થઇ હતી જે ગુનામાં સૂરજને જામીન મળતાં જેલમાંથી છુટી જતા સુરજ એ તેના મિત્રો સાથે રેલી યોજી હતી.