ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વડોદરામાં છાણી ગુરુદ્વારાની મૂલાકાત લીધી - rakesh tikait

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મૂલાકાતે છે, ત્યારે તેમણે વડોદરાની મૂલાકાત લીધી હતી. રાકેશ ટિકૈતે શંકરસિંહ વાઘેલા સાથે છાણી ગુરુદ્વારામાં પત્રકારોને સંબંધોન કર્યું હતું.

vવડોદરા
વડોદરા

By

Published : Apr 5, 2021, 4:17 PM IST

  • ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવા માટે રાકેશ ટિકૈત ગુજરાતમાં
  • શંકરસિંહ વાઘેલા સાથે રાકેશ ટિકૈતે લીધી વડોદરાની મૂલાકાત
  • રાકેશ ટિકૈતે છાણી ગુરુદ્વારામાં પત્રકારોને સંબંધોન કર્યું

વડોદરા: ભારતભરમાં કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે શંકરસિંહ વાઘેલા સાથે રાકેશ ટિકૈતે છાણી ગુરુદ્વારા મૂલાકાત લીધી હતી અને પત્રકારોને સંબોધ્યા હતાં.

આ ઉપરાંત તેમણે અન્ય સ્થળોની પણ મૂલાકાત લીધી છે

છેલ્લા લાંબા સમયથી દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા ચાલુ કરવામાં આવેલા આ આંદોલનને હવે રાષ્ટ્ર વ્યાપી સ્વરૂપ આપવા ખેડૂત આગેવાનો દ્વારા દેશમાં પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત આજે સોમવારે સરદાર પટેલના ગામ કરમસદ મુકામે આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો:જરૂર પડશે તો ગાંધીનગરમાં પણ ટ્રેક્ટર રેલી થશે : રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈત કરમસદ સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાતે

રાકેશ ટિકૈત અમદાવાદ સાબરમતી આશ્રમથી સીધા કરમસદ સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલના ગામ કરમસદ આવી પહોંચેલી આ રેલીએ પ્રથમ કરમસદ બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધા સુમન સાથે સુતરની આંટી અને ખેડૂતોનો લીલો ખેસ અર્પણ કર્યા હતો. બાદમાં ટ્રેક્ટર પર સવાર થઈને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને રાકેશ ટિકૈત સરદાર પટેલના ગૃહની મુલાકાતે નીકળ્યા હતા. ત્યારે કરમસદ ગામવાસીઓએ આ રેલી પર પુષ્પ વર્ષા કરી ખેડૂત આગેવાનનું ખેડૂત નેતાના ગામમાં સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો:ખેડૂત નેતા રાકેશ ટિકૈત બનાસકાંઠા પહોંચ્યા, ટ્રેક્ટર રેલી સાથે અંબાજી જશે

ગઈકાલે રવિવારે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા

દિલ્હી-હરિયાણા બોર્ડર પર કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરોધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જે આંદોલનને વાંચા આપવા માટે ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકૈત બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજ્યના ખેડૂતોની હાલત જાણવા અને તેમને ન્યાય અપાવવા માટે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે રાકેશ ટિકૈતે અંબાજીથી પોતાની ખેડૂત સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગઈકાલે રવિવારે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રીય કિસાન મોરચાના આગેવાનો તેમજ સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈટ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સરહદ નજીક રાજસ્થાનના સૂરપગલા ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details