રાજ્યના પૂર્વ પ્રધાન અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થતા રાજકીય માહોલમાં શોક વ્યાપી ગયો છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું સોમવારના રોજ સવારે નિધન થયું છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિઠ્ઠલ રાડદીયાના અવસાન પર શોક વ્યક્ત કર્યો - રાજેન્દ્ર ત્રિવેદી
વડોદરા: પૂર્વ પ્રધાન વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે અવસાન થયું છે. ભાજપના નેતાઓ તેમણે શ્રદ્વાજંલિ આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તેમના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે.

રાજેન્દ્ર ત્રિવેદી
રાજેન્દ્ર ત્રિવેદીએ વિઠ્ઠલભાઇ રાડદીયાના પર વ્યક્ત કર્યો શોક
કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના મૃત્યુના સમાચાર સાંભળતા જ રાજકીય પાર્ટીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ સાથે જ એક મોટા નેતાની ખોટ સર્જાઇ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.