વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું(gujaratssembly elections) રણશીંગુ ફુંકાઈ ચૂક્યું છે. જીત હાંસલ કરવા દરેક રાજકીય પક્ષો પ્રચારમાં(election propaganda preparations) લાગી ગયા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે ભાજપ(bhartiya janta party) અને આમ આદમી પાર્ટી(aam aadmi party) પર વાકપ્રહાર કર્યા હતા. વિધાનસભા ચૂંટણીની ચોપાટ પથરાઈ ચૂકી છે ત્યારે કઈ બેઠક પર કયા સોગઠાં ગોઠવવા એ માટેની બેઠકનો ધમધમાટ મહાનગરમાં જોવા મળી રહ્યો છે.
CMનો ચહેરો જાહેર કરતાં જ આપની હવા નીકળી ગઈ : ગેહલોત - bjp campaign
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું(gujaratssembly elections) રણશીંગુ ફુંકાઈ ચૂક્યું છે. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના પ્રચાર-પ્રસારની તૈયારીઓ(election propaganda preparations) જોરો-શોરોથી ચાલી રહી છે. ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પણ ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે એક નિવેદનમાં ભાજપ(bhartiya janta party) અને આમ આદમી પાર્ટી(aam aadmi party) પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત સુપ્રીમ કોર્ટે EWS અનામત યથાવત રાખવાનો નિર્ણયને સમર્થન આપ્યું હતું.
ભાજપના કેમ્પેઈન પર ગેહલોતનું નિશાન:અશોક ગેહલોતે મોરબીમાં બ્રિજ દુર્ઘટના મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે "આ ઘટનાએ સરકારના 27 વર્ષના શાસનની પોલ ખોલી દીધી છે. સમગ્ર ઘટનાની હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસ થવી જોઈએ. મોરબીની આટલી મોટી ઘટનામાં કેમ તપાસ નથી કરાતી ? યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો અધિકારીઓમાં ડર બેસે." ઉપરાંત ભાજપના 'ગુજરાત મેં બનાવ્યું' કેમ્પેઈન પર નિવેદન આપતાં જણાવ્યું હતું કે "ગુજરાત ગુજરાતીઓએ બનાવ્યું છે. ગુજરાતનો વિકાસ ગુજરાતના લોકોએ કર્યો છે. આઝાદી પહેલાં પણ ગુજરાત મજબૂત હતું."
CM ઉમેદવાર જાહેર કરતાં જ આપ પાણીમાં: આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાન તરીકે ઈસુદાન ગઢવીનો ચહેરો જાહેર કર્યો છે. જેને લઈને ગેહલોતે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે "CM ઉમેદવાર જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીની હવા નીકળી ગઈ છે. પ્રચારના માધ્યમથી આપ રાજનીતિ કરી રહી છે. અરવિંદ કેજરીવાલના પ્રચારનો દમ હવે ઓછો થઈ રહ્યો છે." ગેહલોતે મુલાકાત દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા EWS અનામત યથાવત રાખવાનો નિર્ણયને સમર્થન આપ્યું હતું. EWSથી આર્થિક રીતે નબળા ગરીબોને મદદ મળશે.