મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને શહેરના નીચાણવાળા ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે હજુ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો સર્જાતા વડોદરા કોર્પોરેશનની પ્રિ-મોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે હાલ,તો મેઘરાજાની પધરામણી થતા વડોદરા શહેર સહિત જિલ્લામાં ઠંડક પ્રસરી છે.
વડોદરા શહેરમાં મેઘરાજાની બીજી ઇનિંગ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરા જિલ્લામાં પણ સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ગાજ વીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
વડોદરા શહેરમાં મેઘરાજાની બીજી ઇનિંગ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી
વડોદરા શહેર અને જિલ્લામાં 12 વાગ્યા સુધી વરસેલા વરસાદના આંકડા પર એક નજર
વડાદરા શહેર 71 મીમી, વાઘોડિયામાં 0.1 મીમી, કરજણમાં 0.1 મીમી અને ડભોઇમાં 1.3 મીમી, સાવલીમાં 0 મીમી, ડેસરમાં 0 મીમી, શિનોરમાં 0.3 મીમી, પાદરામાં 0 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. વરસાદને કારણે શહેરીજનોએ પણ રાહત અનુભવી હતી. વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રીને કારણે વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.