વડોદરા શહેરમાં જે રીતે મેઘરાજાની મહર થઈ છે જેને લઇ ગરબા મેદાનોમાં પાણી ભરાઈ ગયા છે. વડોદરા શહેરના મોટા ભાગના ગરબા મેદાનોમાં નોરતાના ત્રીજા દિવસ પણ વરસાદને પગલે ગરબા મેદાનોમાં કાદવ કિચ્ચડ અને પાણી જોવા મળી રહ્યું છે.
વડોદરા શહેરમાં વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડમાં કીચડ અને પાણી ભરાયા - ગરબા ગ્રાઉન્ડમાં કીચડ અને પાણી ભરાયા
વડોદરા: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ શહેરમાં વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડમાં કીચડ અને પાણી ભરાયા હતા.
વડોદરા શહેરમાં સત્તત વરસી રહેલા વરસાદને પગલે ગરબા આયોજકો પણ મુઝવણમાં છે. સવાર હોય કે બપોર હોય કે પછી સાંજ મેઘરાજા ગમે ત્યારે તેની તોફાની બેટિંગ કરી રહ્યા છે અને ગરબા મેદાનો ભીજવી રહ્યા છે. વરસાદી માહોલ ખેલૈયા માટે ખલેલ સમાન બની રહ્યો છે. વડોદરાના કારેલીબાગ અંબાલાલ પાર્કના ગરબા મેદાનમાં કિચ્ચડનું સામ્રાજ્ય છે. આખા મેદાનમાં કિચ્ચડ છે. જોકે આયોજકોના ઉત્સાહ ઓટ આવી નથી તો બીજી તરફ વરસાદી વાતાવરણ છે. અકોટા રોડ પરના ગરબા આયોજક યુગશક્તિ ગ્રુપ દ્વારા ગરબા રદ્દ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે તેવો ગરબા રમાડી શકે તેવી શક્યતા નથી ત્યારે મોટા આયોજકો પણ કુદરત પ્રકોપ સામે લાચાર બન્યા છે અને ગરબા રમાડવા કે નહીં તે અંગે મુઝવણ અનુભવી રહ્યા છે.