ગુરૂવાર સુધી પડેલા વરસાદ પર એક નજર કરીએ તો વડોદરા જિલ્લાના પાદરામાં 35 મિમી, વાઘોડિયામાં 38 મિમી, કરજણમાં 56 મિમી, ડભોઇમાં 41 મિમી, સાવલીમાં 28 મિમી, ડેસરમાં 55 મિમી, શિનોરમાં 57 મિમી અને પાદરા 35 મિમી જેટલો વરસાદ વરસ્યો હતો.
વડોદરામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી - Nirmit Dave
વડોદરાઃ શહેર અને જિલ્લામાં મોડી રાતથી અને વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરા જિલ્લામાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. વડોદરામાં પણ મોડી રાતથી વરસેલા ઘોઘમાર વરસાદને પગલે વાઘોડિયાના નિચાણવાળા વીસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.
વડોદરામાં સાર્વત્રિક વરસાદ
વડોદરા શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. વરસાદને કારણે શહેરીજનોએ પણ રાહત અનુભવી હતી. વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રીને કારણે વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગુરૂવારે મોડી રાતથી અને વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.