વડોદરામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ - Influenced
વડોદરાઃ શહેરમાં સમી સાંજે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
vadodra
હવામાન વિભાગની કરેલી આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળોએ અચાનક વરસવાનું શરૂ કરી દેતા મેઘરાજાએ મહેર કરી હતી. શહેરમાં અચાનક વરસેલા વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.