વડોદરામાં વરસાદ મન મુકીને વરસ્યો હતો. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓનો સમાનો કરવો પડ્યો હતો. વડોદરાના જ ડભોઇ પંથકમાં પણ ધોધમાર વરસાદને કારણે તાલુકાના અનેક રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ બંધ થઇ ગયા હતા. વરસાદને કારણે ડભોઇથી ધર્મપુરી, માંગરોલ, વડજ તેમજ કુઢેલા તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા હતા.
ડભોઇમાં સતત 3 કલાક વરસ્યો ધોધમાર વરસાદ - વરસાદ
ડભોઇ: વડોદરામાં વરસાદે માઝા મુકી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. ડભોઇમાં વરસાદ છેલ્લા 3 કલાક સતત ધોધમાર વરસ્યો હતો.
![ડભોઇમાં સતત 3 કલાક વરસ્યો ધોધમાર વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4053144-thumbnail-3x2-dabhoi.jpg)
ડભોઇમાં સતત 3 કલાક વરસ્યો ધોધમાર વરસાદ
સાવચેતી ભરવા તંત્રએ આસપાસના ગામોની મુલાકાત લીધી હતી. ઢાઢર નદી ગાંડીતુર થતાં ડભોઇ તાલુકાને અસર થઇ છે.