ગુજરાતીમાં કહેવત છે કે, પુત્રના લક્ષણ પારણામાંથી એટલે એવું પણ કહી શકાય કે પુત્રીના લક્ષણ પારણમાંથી અને એ વાતને સિદ્ધ કરવી હોય તેમ આ આરોહકોના જુથના નાયબ ટીમ લીડર પ્રાર્થના વૈધ સીકેનીસની છે. જે માત્ર પોણા ત્રણ વર્ષની પુત્રી ત્વીષા સીકેનીસે માઉન્ટ પાતાલુસના શીખર સુધી સતત માતાની સાથે રહી. અડધી ચઢાઇ સુધી માતા પ્રાર્થનાએ તેને પીઢ પર બાંધીને આરોહણ કરાવ્યું હતું.
તે પછી શીખર સર કરતાં સુધી એ નાની પાપા પગલીઓ પાડતી જાતે ચાલી. તેના આ ઉત્સાહે બાળકિશોર તેમજ આરોહકોને ભરપૂર પ્રોત્સાહન અને ધગશ પૂરાં પાડ્યા હતા. આ સાથે સંસ્થાના કોચ સંદીપ વૈદ્ય અને મદદનીશ કોચ હેમા વૈદ્યએ બાળકિશોર પેઢીમાં પર્વતારોહણના સંસ્કાર સિંચનને એક ધર્મ તરીકે અપનાવ્યો છે. તેઓ દર વર્ષે નિયમિત રીતે હિમાળામાં અને પાવાગઢ, જાંબુઘોડા ઇત્યાદિ સ્થળોએ પર્વતારોહણ શિબિરો યોજીને બાળકિશોરોને સાહસિકતા અને હિંમત કેળવવાની સાથે, પર્યાવરણથી સમીપ લઇ જવાની કોશિશ કરે છે. તેમની બંને દિકરીઓ પ્રાચી અને પ્રાર્થનાએ બચપણથી પર્વતારોહણ માટે નામના મેળવી છે.