ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોકરીના ઇન્ટરવ્યૂમાં હોબાળો - વડોદરા પોલીસ

વડોદરા શહેરમાં CIFL HR કંપનીએ પોલીસની પરવાનગી વિના ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. નોકરી વાંછુકોના ટોળેટોળા ભેગા થતાં પોલીસ બોલાવવી પડી હતી.

નોકરી વાંછુકોના ટોળેટોળા ભેગા થતાં પોલીસ બોલાવવી પડી
નોકરી વાંછુકોના ટોળેટોળા ભેગા થતાં પોલીસ બોલાવવી પડી

By

Published : Mar 28, 2021, 11:06 PM IST

  • CIFL HR કંપની દ્વારા કરાયું હતું ઇન્ટરવ્યૂનું આયોજન
  • આયોજકે પોલીસની પરવાનગી વિના કર્યું ઇન્ટરવ્યૂનું આયોજન
  • નોકરી વાંછુકોના ટોળેટોળા ભેગા થતાં પોલીસ બોલાવવી પડી

વડોદરા:શહેરમાં રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ખાનગી એજન્સી દ્વારા નોકરીના ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. તેમાં ગેર વ્યવસ્થા થતાં ઇન્ટરવ્યૂમાં આવેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી હતી. કુણાલ ચાર રસ્તા પાસે ઇન્ટરવ્યૂના સ્થળે પોલીસે આવીને થાળે પાડવામાં આવ્યો હતો.

CIFL HR કંપની દ્વારા કરાયું હતું ઇન્ટરવ્યૂનું આયોજન

આ પણ વાંચો:ખેડાના ડાકોર બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો હોબાળો

સ્થાનિકોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે

કેવડીયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ખાલી જગ્યાઓ માટે CIFL HR કંપની દ્વારા ગોત્રી વિસ્તારના કુણાલ ચાર રસ્તા પર આવેલા સ્થળ પર ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન ઇન્ટરવ્યૂની જાણ થતાં નોકરી વાંચ્છુઓ યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

આ પણ વાંચો:મહુવાના CNG ફિલિંગ પર રીક્ષા ચાલકોનો હોબાળો

પોલીસે વધુ તપાસ હાથ ધરી

સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલરૂમમાં કરતાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસે આવીને આયોજકોનો સંપર્ક કરતાં આયોજકો દ્વારા ઇન્ટરવ્યૂ યોજવા માટે કોઇ જ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર જ ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. કોરોના સંક્રમણ કાળમાં અને વધતા કેસોની પરિસ્થિતિમાં વગર પરવાનગીએ ઇન્ટરવ્યૂ યોજવા માટે આયોજક રીતિષ સુરેશ રાવની લક્ષ્મીપૂરા પોલીસે અટકાયત કરી છે અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details