મળતી માહિતી પ્રમાણે, જો કોઈપણ પબજી અથવામોમો રમતરમતા જાહેરમાં પકડાશે તો તેમના પર ઈપીકો કલમ-188 તેમજ ગુજરાત પોલીસ કલમ-135 પ્રમાણે શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વડોદરામાં પબજી અને મોમોની ઓનલાઇન રમત પર પ્રતિબંધ - ban
વડોદરા: હાલ સમગ્ર રાજ્યના યુવાનોમાં પબજી અને મોમો ચેલેન્જ રમતનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બંને રમત ઓછામાં ઓછા બે વ્યક્તિથી લઈને ગ્રુપમાં રમવામાં આવે છે. યુવાનો જાહેર રસ્તા કે અન્ય કોઈપણ સ્થળો પર આ રમત રમતા જોવા મળી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરી વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 12 એપ્રિલ સુધી આ રમતો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ફાઈલ ફોટો
અત્રેઉલ્લેખનીય છે કે, આપહેલા પણ માનસિક પીડાની ચેલેન્જ આપતી બ્લુ વ્હેલ ગેમના પ્રતિબંધબાદ હવે પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.