વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારની શીતલકુંજ સોસાયટીના રહીશો મહાનગરપાલિકાની વડી કચેરીએ મોરચા રૂપે આવી પહોંચ્યા હતા અને પાલિકાના પ્રવેશ દ્વાર પાસે બૅનરો, પોસ્ટરો સાથે દેખાવો કરી નારાજગી દર્શાવી હતી.
વડોદરાના રહીશોએ પાલિકાની વડી કચેરીએ મોરચા કાઢ્યો - વડોદરા ન્યૂઝ
વડોદરા શહેરના માંજલપુરા વિસ્તારમાં આવેલી શીતલકુંજ સોસાયટીના રહીશોએ પાલિકાની વડી કચેરીએ મોરચા કાઢ્યો હતો. જેમાં બૅનરો અને પોસ્ટરો સાથે શીતલકુંજ સોસાયટીના રહીશોએ પાલિકની વડી કચેરીએ મોરચા રૂપે પહોંચી બેનરો પોસ્ટરો સાથે દેખાવો કરી ગ્રીન બેલ્ટના રસ્તા પરથી અવરજવર કરવા દેવાં રજુઆત કરી હતી.
![વડોદરાના રહીશોએ પાલિકાની વડી કચેરીએ મોરચા કાઢ્યો Etv Bharat, Gujarati NEws, Vadodara News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6453319-thumbnail-3x2-vad.jpg)
વડોદરા ન્યૂઝ
રહીશોએ પાલિકાની વડી કચેરીએ મોરચા કાઢ્યો
છેલ્લા 50 વર્ષથી વધુ રહેતાં સોસાયટીના રહીશોએ ગ્રીન બેલ્ટના રસ્તાને અવરજવર માટે ઉપયોગ કરવા દેવામાં આવે અને ફેન્સિંગ ન કરવા દેવામાં આવે તેવી માગ કરી હતી અને જો આ માગ પાલિકા દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો 10 મીટરનો રોડ અવરજવર માટે આપવામાં આવે તેવી માંગણી કરી હતી.