ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા લાઉડ સ્પીકર એસોસિએશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ

રાજ્ય સરકાર દ્વારા આગામી ઉત્તરાયણના તહેવારને લોકો સાદાઇથી ઉજવે અને લાઉડ સ્પીકરનો ઉપયોગ ટાળે તેવો હુકમ કરવામાં આવ્યો છે. લાઉડ સ્પીકરની પરમિશન ના મળતા લાઉડ સ્પીકર એસોસિએશનના સંચાલકોએ વિરોધ કર્યો હતો.

વડોદરા લાઉડ સ્પીકર એસોસિએશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ
વડોદરા લાઉડ સ્પીકર એસોસિએશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ

By

Published : Jan 11, 2021, 12:40 PM IST

  • લાઉડ સ્પીકર એસોસિએશનના સંચાલકોનો વિરોધ
  • સરકારે ઉત્તરાયણમાં લાઉન્ડ સ્પીકરની પરમિશન ના આપતા વિરોધ
  • ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદશન

વડોદરાઃ આગામી ઉત્તરાયણના તહેવારમાં સરકારે લાઉડ સ્પીકર વગાડવા પર મનાઇ હુકમ ફરમાવતા વડોદરા લાઉડ સ્પીકર એન્ડ લાઇટિંગ એસોસિએશનના સંચાલકોએ ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઇ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

વડોદરા લાઉડ સ્પીકર એસોસિએશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ

સરકારના આદેશ બાદ પોલીસ કમિશનરે જાહેર નામું બહાર પાડ્યું છે

કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન કર્યું હતું. જેને લઇને તમામ વેપાર ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા દેશને અનલોક કરાયુ હતું, પરંતુ લગ્ન પ્રસંગ અને ધાર્મિક તહેવારો કોરોના ગાઇડલાઇન પ્રમાણે કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. જેને લઈને સીઝનલ ધંધો કરતા ડીજે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટના ઓપરેટરોને આર્થિક રીતે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ તમામ વ્યવસાય સાથે સંકળાયેલા જોડાયેલા વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર વેપારને લઈને મોટી લોન લેવામાં આવી હતી, તેની ભરપાઈ કરવા માટે વેપારીઓની મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત હાલમાં સરકારના આદેશ બાદ પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ડીજે સિસ્ટમ બંધ રાખવાના બહાર પાડવામાં આવેલા જાહેરનામાને લઈને ડીજે સાઉન્ડ સિસ્ટમ અને લાઈટ ઓપરેટરોના વેપારીઓ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેઓને તેઓના ધંધા-રોજગાર વેપારમાં છૂટ આપવામાં આવે તેવી માગ સાથે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details