- MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ન બાબતે ABVPએ વિરોધ નોંધાવ્યો
- કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસક્રમ 50 ટકા ઘટાડવા માટે કરી માગ
- MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે મચાવ્યો હોબાળો
વડોદરા : કોરોના વૈશ્વિક મહામારીને કારણે હાલમાં યુનિવર્સિટીમાં ઓનલાઇન ક્લાસિસ ચાલી રહ્યા છે. આ ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચી શકતું નથી. જે કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. જેને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીના અભ્યાસક્રમ મા 50 ટકા ઘટાડો કરવા અને સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં UG અને PGના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
વાઇસ ચાન્સેલરની ઓફિસનો દરવાજો તોડવા જતા વિદ્યાર્થીઓ અને વિજીયન્સ વચ્ચે ઘર્ષણ
સમગ્ર રાજયમાં શિક્ષણ ફરી શરૂ કરવાનું પ્રથમ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. ત્યારે હોસ્ટેલોમાં નિવાસ કરતા UG અને PGના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને શરૂ થતા શિક્ષણમાં હાંલાકી ભોગવવી પડે છે, તે માટે યુનિવર્સિટીની હોસ્ટેલ્સ આ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માગ અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા વિદ્યાર્થીલક્ષી માંગણીઓ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસમાં વાઈસ ચાન્સેલરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ વાઈસ ચાન્સેલર રજા પર હોવાથી ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસનો દરવાજો તોડી પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવતા વિજિલન્સની ટીમ અને વિદ્યાર્થી વચ્ચે ઘર્ષણના દ્રષ્યો સર્જાયા હતા.