ગુજરાત

gujarat

ETV Bharat / state

ફૂડ રેસ્ટોરાંમાં જઈ પોલીસે પદડો ઊંચો કર્યો, કઢંગી હાલતમાં મળ્યા કપલ્સ

થોડા વર્ષ પહેલા રાજકોટમાં રૂમની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયા બાદ આ જ પ્રવૃતિ વડોદરામાં ધમધમતી હતી. જેના પર સંયાજીગંજ પોલીસે પગલાં લઈને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેઓ લલનાઓ સાથે જલસા કરવા માટે સુવિધો પૂરી પડતા હતા. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આમાં ભાવને લઈ જે રકમ લેવામાં આવતી એ જોઈને માન્યમાં નહીં આવે. કપલબોક્સ કરીને કારસ્તન કરનારાઓ હવે કારાવાસ ભોગવી રહ્યા છે. Vadodara police Raid, Couple Box Restaurant Vadodara, Vadodara Racket

ફૂડ રેસ્ટોરાંમાં જઈને પોલીસે પદડો ઊંચો કર્યો, કઢંગી હાલતમાં મળ્યા કપલ્સ
ફૂડ રેસ્ટોરાંમાં જઈને પોલીસે પદડો ઊંચો કર્યો, કઢંગી હાલતમાં મળ્યા કપલ્સ

By

Published : Aug 28, 2022, 7:25 PM IST

વડોદરાઃવડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા લન્ચ બોક્ષ રેસ્ટોરન્ટમાંથી (Couple Box Restaurant Vadodara) કપલ બોક્સ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અગાઉ પણ પોલીસે દરોડો (Vadodara police Raid) પાડ્યો હતો. સયાજીગંજ પોલીસે બોક્સ કાફે ચલાવતા 3 શખ્સોની ધરપકડ કરી છે. બોક્સમાં પડદો લગાવી કપલ બોક્સ તરીકે કલાકના 150થી 300 રૂપિયા (Vadodara Racket couple box) વસુલવામાં આવતા હતા. જેની સામે પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. એક સમયે રાજ્યભરમાં ચાલતા બોક્સ કાફે એ ચકચાર મચાવી દીધી હતી. જેની સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી છે.

ફૂડ રેસ્ટોરાંમાં જઈને પોલીસે પદડો ઊંચો કર્યો, કઢંગી હાલતમાં મળ્યા કપલ્સ

આ પણ વાંચોઃ પ્રજાપતિ પરિવારના પાવાગઢમાં અંતિમદર્શન, બસની સાઈડ કપવા જતા અકસ્માત

કપલ બોક્સઃ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રેસ્ટોરન્ટની આડમાં કપલ બોક્સ ચલાવવામાં આવતા હતા. જેને કપલ બોક્સ કાફે પણ કહેવામાં આવે છે. જોકે આ પ્રકારના કાફે પર પ્રતિબંધ છે. છતાંય હજી અનેક સ્થળે આ પ્રકારના ગોરખધંધા ચાલું રહ્યા છે. સયાજીગંજ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે, કપલ બોક્સ કાફે ધમધમી રહ્યાં છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી કાફે સંચાલકોની ધરપકડ કરી છે. લન્ચ બોક્સ નામની એક રેસ્ટોરન્ટ આવેલી છે. જોકે આ રેસ્ટોરન્ટમાં ખાણી પીણી સાથે કપલ રૂમ પર ઓફર કરવામાં આવતા હતા. જેની સામે પોલીસે લન્ચ બોક્સ રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચોઃ કચ્છીઓ માટે ઐતિહાસિક ક્ષણ જિલ્લાના અનેક ગામોને મળશે પીવાનું પાણી

દોડધામ થઈ ગઈઃઆ લન્ચ બોક્સ રેસ્ટોરન્ટની અંદર પ્રવેશતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. કારણ કે, અહીં તો બોક્સ બનાવી તેની આગળ પડદા લાગેલા જોવા મળ્યાં હતા. પડદો ઉઠાવી જોતા અંદર યુવાન-યુવતિઓ બીભત્સ હાલતમાં જોવા મળ્યાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ. પોલીસની રેડ પડી હોવાની જાણ અંદર બેઠેલા કપલોમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી સંચાલક ચેતન હડીયા, ક્રિષ્ણા ચૌહાણ અને સાગર સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મૂજબ લન્ચ બોક્સ રેસ્ટોરન્ટની આડમાં કપલ બોક્સ બનાવી રૂ. 150થી 300 વસુલવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન પણ આજ સ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details