મંજુસર GIDCમાં આવેલી મુળ બ્રાઝીલની ખાનગી કંપનીના નવ જેટલાં કામદારોને કારણ વગર છુટા કરવામાં આવ્યાનો આરોપ કામદારોએ કર્યો છે. તથા કામદારોને સિકયુરિટી સ્ટાફ દ્વારા અંદર જતા રોકવામાં આવ્યા હતા.ત્યારે કંપનીના કર્મચારીઓએ આ મામલે હડતાલ પાડી હતી.
વડોદરામાં ખાનગી કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા - કામદારો
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં કર્મચારીઓને કારણ વગર છુટા કરવામાં આવતા કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ કંપનીના 35 જેટલા કામદારોએ કામકાજ ઠપ્પ કરી કંપનીના ગેટ બહાર જમીન પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો.
vdr
કર્મચારીઓએ કંપનીના ગેટ બહાર બેસી તથા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસનો સહારો લેવો પડ્યો હતો. જેને લઇને ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.