ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ધક્કો મારી મેન્ટલ હોસ્પિટલમાંથી કેદી ફરાર

વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવેલ ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી કુદરતી હાજતે જવાના બહાને હથકડી ખોલાવી જાપ્તાની પોલીસને ધક્કો મારીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીને પકડવા માટે દોડાદોડ કરી હતી. પરંતુ ફરાર આરોપીની કોઇ ખબર મળી ન હતી. હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

Vadodara
Vadodara

By

Published : May 25, 2021, 2:28 PM IST

  • જિલ્લાના બે કેદીઓ નાસી જવાની ઘટના સામે આવતા કેદીઓ પર મુકવામાં આવેલા પોલીસના પહેરાની કામગીરી પર પ્રશ્રો ઉઠ્યા
  • સારવાર લઇ રહેલ આરોપી મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થતા મચી દોડધામ
  • બન્ને કિસ્સાઓમાં ફરાર કેદીઓની અત્યાર સુધી કોઇ સગડ મળી નથી

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવેલ ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી કુદરતી હાજતે જવાના બહાને હથકડી ખોલાવી જાપ્તાની પોલીસને ધક્કો મારીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીને પકડવા માટે દોડાદોડ કરી હતી. પરંતુ ફરાર આરોપીની કોઇ ખબર મળી ન હતી. હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેરમાંથી કુખ્યાત બુટલેગર જાપ્તાને પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જેને શોધવાની કામગીરી ચાલુ છે ત્યાં તો બીજો આરોપી ફરાર થઇ જવાની ઘટના સામે આવતા કેદીઓ પર રાખવામાં આવતા પોલીસ પહેરાની કામગીરી પર સવારો ઉઠ્યા છે.

આ પણ વાંચો: વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર, કોવિડ કેર સેન્ટરમાંથી નાસી છુટ્યો

કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ધક્કો મારી મેન્ટલ હોસ્પિટલમાંથી કેદી ફરાર

ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, ગોધરા સબ જેલમાંથી હત્યાના કાચા કામના આરોપી જયંતિ પ્રતાપ નાયકને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં 22 મે ના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કાચા કામનો આરોપી સાથે ગોધરા પોલીસ હેડ ક્વાટર્રના પોલીસ જવાનો જાપ્તામાં ફરજ બજાવી રહ્યા હતા. સારવાર લઇ રહેલ આરોપી જયંતિ નાયક 24 મે ના રોજ બપોરના સમયે જાપ્તાના પોલીસ કર્મીને કુદરતી હાજતે જવાનું જણાવ્યું હતું.

પોલીસે ચક્રો કર્યા ગતિમાન

પોલીસ કર્મીઓએ તેની હથકડી ખોલી લઇ જઇ રહ્યા હતા દરમિયાન તેણે ધક્કો મારીને કેદી નાસી છુટ્યો હતો. કેદીની સગડ મેળવવા માટે પોલીસ કર્મીઓએ આખી હોસ્પિટલ પરિસરમાં તપાસ કરી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. કેદી હોસ્પિટલના દિવાલ કુદીને ભાગી ગયો હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, 24 મેના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવાના બહાને જાપ્તાની પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ પણ કરી હતી પરંતુ આરોપી મળી આવ્યો ન હતો.

આ પણ વાંચો: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મેવાત ગેંગના રીઢા ગુનેગારની કરી ધરપકડ

કારેલીબાગ પોલીસે ફરાર આરોપી જયંતિ નાયક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

દરમિયાન જાપ્તાની પોલીસે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે ફરાર આરોપી જયંતિ નાયક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે કારેલીબાગ પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જો કે, આરોપી મળી આવ્યો ન હતો. તે સાથે પંચમહાલ પોલીસે પણ હત્યાના કાચા કામના આરોપી જયંતિ નાયકને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તા પણ થયો હતો ફરાર

નોંધનીય છે કે, સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે આરોપી 48 કલાક પછી પણ પકડાયો નથી. ત્યાં ગોધરા સબ જેલનો કાચા કામનો હત્યાનો આરોપી જયંતિ નાયક વડોદરા મેન્ટલ હોસ્પિટલમાંથી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જવાની બીજી ઘટનાએ પોલીસ તંત્રમાં ચકચાર મચાવી મુકી છે.

ABOUT THE AUTHOR

...view details