ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરજણમાં જાહેર સભા સંબોધી - Vijay Rupani

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કરજણ બેઠકમાં રસાકસીનો જંગ જામ્યો છે. બન્ને પક્ષના દિગજ્જ નેતાઓ ઉમેદવારોના પ્રચારાર્થે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ માટે પ્રચાર અર્થે જાહેર સભા સંબોધી હતી.

Chief Minister
Chief Minister

By

Published : Oct 27, 2020, 11:47 PM IST

Updated : Oct 28, 2020, 6:57 AM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અક્ષય પટેલ માટે પ્રચાર અર્થે જાહેર સભા સંબોધી
  • ભારતીય જનતા પાર્ટીએ બન્ને સંનિષ્ઠ નેતાઓ ગુમાવ્યા
  • કરજણ ચપ્પલ કાંડ વિશે બોલ્યા વિજય રૂપાણી

વડોદરા : રાજયમાં 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે 3જી નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ બંન્ને મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. સોમવારે કરજણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ બાદ મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરજણની એન.બી.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 5:30 કલાકે અને ત્યારબાદ 6:30 કલાકે ભરત મુન્શી હોલમાં ઉમેદવાર અક્ષય પટેલ માટે પ્રચાર અર્થે જાહેર સભા સંબોધી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અક્ષય પટેલ માટે પ્રચાર અર્થે જાહેર સભા સંબોધી

ચંપ્પલ કાંડ અંગે મુખ્યપ્રધાનની જાહેર સભામાં ચુસ્ત બંદોબસ્ત

રવિવારે કરજણ ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે આવેલા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પર કોઈ અસામાજિક તત્વ દ્વારા ચપ્પલ ફેકવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેર સભાને લઈ સભા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને સભામાં આવનાર તમામ લોકોનું સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ સભામાં ઉપસ્થિત રહ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે સાથે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ખાસ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે રીતે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવામાં આવ્યું તે બીજા પ્રકારની લોકશાહી છે.

કરજણ ચપ્પલ કાંડ વિશે બોલ્યા વિજય રૂપાણી

કરજણ ચપ્પલ કાંડની પણ તપાસ ટૂંક સમયમાં પૂરી થશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં કોઈ પણ લોકોને આ શોભે નહીં, સુરતમાં જે એક ઈંડુ ફેંકીને કોઈ વ્યક્તિ જતો રહ્યો હતો, તે સુરતના કોંગ્રેસના કોર્પોરેટરના પતિ નીકળ્યા છે. કરજણ ચપ્પલ કાંડની પણ તપાસ ટૂંક સમયમાં પૂરી થશે. 100 ટકા હું માનું છું કે, આ કોંગ્રેસના લોકોનું કૃત્ય છે અને હવે કોંગ્રેસ હાર માની ગઈ છે, નિરાશ છે, બોખલાઈ ગઈ છે. માટે કોંગ્રેસ આ રવાડે ચડી ગઈ છે.

નરેશ કનોડિયાના અવસાન બાબતે બોલ્યા મુખ્યપ્રધાન

નરેશ કનોડિયાના દુઃખદ અવસાનને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતને મોટી ખોટ પડી છે. નરેશ કનોડીયાની સિનેમાં જગતને ગુજરાતી ચલચિત્રને ખોટ પડી છે. જેની સાથે ભારતીય જનતા પાર્ટીના બન્ને સંનિષ્ઠ નેતાઓ હતા. ભાજપને પણ તેમની ખોટ પડી છે.

ભગેડુ ધારાસભ્યો બાબતે બોલ્યા વિજય રૂપાણી

ભગેડુ ધારાસભ્યો બાબતે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તેમને રાજ્ય સભામાં ખૂબ મદદ કરી છે. રાજ્યસભામાં ભાજપની બહુમતિ થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયદા પસાર કરી શકે એટલે આ ધારાસભ્યોએ મદદ કરી છે. કોઈ ખરીદીની વાત નથી. ઊલટાનું હું કહી શકું એમ છું કે, ભારતીય જનતા પાર્ટીના કેટલા ધારાસભ્યોને કોંગ્રેસના ક્યા આગેવાને શું ઓફર કરી છે.

Last Updated : Oct 28, 2020, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details