ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: પ્રિમોન્સૂનની કામગીરી અંતિમ તબક્કામાં, 1012 જર્જરિત ઇમારતોને નોટિસ - Premonsoon performance in Vadodara

વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરી અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે. નિર્ભયતા શાખા દ્વારા 1012 જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ચારે ઝોનમાં 16 જેટલી કાસ આવેલી છે. તમામ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો નિકાલ કરે છે. જેમાં સૌથી લાંબી કાસ રૂપારેલ છે. જેની લંબાઈ 13 કિલોમીટર છે અને શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ છે.

વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરી અંતિમ તબક્કામાં
વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરી અંતિમ તબક્કામાં

By

Published : Jun 9, 2023, 9:24 AM IST

Updated : Jun 9, 2023, 9:47 AM IST

વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરી અંતિમ તબક્કામાં

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વરસાદી ગટર, વરસાદી કાંસ, તળાવ, મેન હોલ, કેચપીટ વગેરેની સફાઈ થઈ રહી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી 90 ટકાથી વધુ પૂર્ણ કરી હોવાનો દાવો વીએમસી કરી રહી છે. જો કે, પ્રિમોનસૂન કામગીરી પાછળ લાખો રૂપિયાના ખર્ચ થયા બાદ હવે કોર્પોરેશનના પ્રિમોન્સુન કામગીરી કેટલા અંશે અસરકારક નીવડે છે.

અંતિમ તબક્કામાં:તે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સપાટી પર આવશે. હાલમાં પણ પ્રિમોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં છે. સત્વરે પૂર્ણ થશે તેવી વાત વીએમસી સ્થાયી અધ્યક્ષ કરી છે. પ્રિમોન્સૂન કામગીરી અંગે માહિતી આપતા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં હદ હોય કે હદની બહાર હોય તમામ જગ્યા ઉપર કોર્પોરેશનને પહેલી વાર એક પ્રયાસ કર્યો છે. જેમાં વડોદરા કોર્પોરેશન, વુડા, સિંચાઈ વિભાગ,ઈરીગેશન અને જિલ્લા ગ્રામ પંચાયત તમામને સાથે જોડીને પ્રિમોન્સૂન કામગીરી હાથ પર લીધી છે જે હવે પૂર્ણતાને આરે છે.

તળાવોની સફાઈ:વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ચાર ઝોનમાં 41,759 મેન હોલ માંથી 35 હજારની સફાઈ થઈ, 34 હજાર જેટલા કેસ પીટ છે. જેમાં 30 હજારની સફાઈ થઈ છે. 65,165 જેટલી લંબાઈ છે જેમાં 84 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. 1,13,546 વરસાદી ચેનલની સફાઈ કરવામાં આવી છે. તદુપરાંત તળાવની સફાઈ ચાલી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે વૃક્ષ ટ્રીમિંગ કામગીરી ચાલી રહી છે. શોર્ટ સર્કિટની ઘટના ન ઘટે તે માટે વીજ પેનલનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. સાથે ડિવાઈડર બાજુમાં રહેલા ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય તે માટે 1 હજારથી વધુ જગ્યાએ કોર્ડિંગ કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કહી શકાય કે, વડોદરા કોર્પોરેશન 90 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો છે.

મુખ્ય 16 વરસાદી કાસ:વડોદરા શહેરમાં ચારે ઝોનમાં 16 જેટલી કાસ આવેલી છે. તમામ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો નિકાલ કરે છે. જેમાં સૌથી લાંબી કાસ રૂપારેલ છે. જેની લંબાઈ 13 કિલોમીટર છે અને શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ છે. આ ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં 03 કાસ, પશ્ચિમ વિસ્તારમાં 06 કાસ, ઉત્તર ભાગમાં 02 અને દક્ષિણ ઝોનમાં 05 કાસો આવેલી છે. જેની સાફ સફાઈ પૂર્ણતાને આરે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી કાસ ઉપર દબાણ હોય તેને પણ દૂર કરવાની કામગીરી કોર્પોરેશન હાથ ધરશે.


"પ્રિમોન્સૂન ની પોલ ખુલે છે કે કેમ? હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વરસાદ વરસતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થાય છે કે કેમ? દર વર્ષની જેમાં વર્ષે પણ નિયત સ્થળોએ પાણીનો ભરાવો થતાં પ્રિમોન્સૂન કામગીરી પાછળ થયેલ ખર્ચ બાબતે સવાલો ઊભા થાય છે કે કેમ? તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ હકનું પ્રિમોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં છે" --ડો.હિતેન્દ્ર પટેલ (સ્થાયી સમિતિના અધ્યક્ષ VMC)

પુરની સ્થિતિ ઉદભવે તો શું: હાઈવેની બહાર અનખોલ ગામથી કપુરાઈ એસટીપી જોબન ટેકરી, કેલનપુર,શંકારપુર અને રતનપુર ત્યાંથી આ કાસ પ્રથમવાર સાફ થઈ રહી છે અને તેમાંથી મોટા પ્રમાણમાં મલબો નીકળ્યો છે. આ માલબાને ત્યાંથી અન્ય જગ્યાએ લઈ જવાની કામગીરી કરવામાં આવી છે. જેથી ફરી તે કાસમાં ન જાય. આ પ્રકારની તમામ કામગીરી ખૂબ સારા પ્રમાણમાં થઈ રહી છે. આ સાથે ચોમાસાની ઋતુમાં આજવા સરોવરની આવતું પાણી વડોદરા શહેરમાં પ્રવેશતા હોય છે. તે હંમેશા વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ઉભી થતી હોય છે. આ વખતે ઉપર વાસમાં પણ આ પ્રકારની કામગીરી થી જ્યાંથી વધુ પ્રમાણમાં પાણી આવતું હોય છે. જ્યારે છોડવામાં આવે છે. ત્યારે શહેરમાં 6 કલાકે પ્રવેશતું હોય છે તે બાબતે મોનીટરીંગ કરીને ક્યારેય નુકસાન ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

શાખા દ્વારા કડક કાર્યવાહી: આ સાથે શહેરમાં જે પ્રમાણે ગાર્ડન શાખાની મદદથી આખા શહેરમાં વૃક્ષ ટ્રીમિંગ કરવામાં આવ્યા છે. જેમાં 540 જેટલા વૃક્ષો ટ્રિમ કર્યા છે અને વાવાઝોડું આવતા નુકસાન થયેલ વૃક્ષોને કટિંગ કરવામાં આવ્યા છે. આ સાથે નિર્ભયતા શાખાની મદદથી શહેરમાં જર્જરિત મકાનોને ઉતારવાની નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં 735,પશ્ચિમમાં 120,દક્ષિણમાં 85,ઉત્તરમાં 72 મળી શહેરમાં કુલ 1,012 પ્રકારના મકાન છે જે જર્જરિત છે તેને નોટિસ આપી ઉતારવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

  1. Vadodara Vishwamitri River : વિશ્વામિત્રી બની ગટર ગંગા, સ્વચ્છ કરવા માટે પાવાગઢથી પદયાત્રા
  2. Vadodara news: વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને દંપતીએ જીવન ટૂંકાવ્યું
  3. વડોદરાની વિશ્વામિત્રી નદી પડી ટૂંકી, મગર હવે હાઇવે પર મળ્યા જોવા
Last Updated : Jun 9, 2023, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details