વડોદરાઃ પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંગ પટેલે પાવાગઢ અને વડોદરા ખાતે પુરાતત્વ વિભાગ હસ્તકના પ્રાચીન ઇમારતોની મુલાકાત લીધી હતી. તેઓએ પુરાતત્વ વિભાગ તરફથી ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન ખુલ્યા બાદ હવે ગત તારીખ 6થી દેશભરની ઐતિહાસિક અને પ્રાચીન ઈમારતો પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને પ્રવાસીઓને ખાસ કોરોનાને ધ્યાનમાં રાખી તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાના પ્રધાન પ્રહલાદ સિહ પટેલે વડોદરાના રાવપુરની તાંબેકર વાડાની લીધી મુલાકાત પાવાગઢ અને વડોદરા ખાતે આવેલી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થઈ રહી છે તેમાં સ્થાનિક પ્રશાસનને પણ સહકાર માટે અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કોરોના મહામારી બાદ વિશ્વમાં જ્યારે તેની દવા શોધાઇ નથી. ત્યારે ભારત તરફથી આયુર્વેદિકની દવા વિશ્વના અનેક દેશોને મોકલવામાં આવી હતી.
તેમજ ભારતની સંસ્કૃતિ બે હાથ જોડીને નમસ્કાર કરવાની હતી તે પણ હવે વિશ્વના દેશોએ સ્વીકાર કર્યો છે. ત્યારે ભારત દેશનું નામ અને તેની સંસ્કૃતિના વખાણ થઈ રહ્યા છે. આપણે અગાઉ ચીનના વિકાસની વાતો કરતા હતા.
પરંતુ હવે ભારતના વિકાસની અને તેની સંસ્કૃતિની વાતો વિશ્વમાં થઈ રહી છે. જેથી આગામી વર્ષોમાં હવે પ્રવાસન પ્રવૃત્તિને વધુ વેગ મળશે. પ્રવાસન પ્રધાનએ વડોદરાના દાંડિયાબજાર સ્થિત તાંબેકરની હવેલીની મુલાકાત લીધી હતી. તેઓની સાથે વડોદરાના સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ પુરાતત્વ વિભાગના અધિકારી તથા અન્ય અધિકારી જોડાયા હતા. આ અંગે રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, સયાજીરાવ ગાયકવાડના વારસાને જાળવી રાખવાનો પ્રયાસ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે. વડોદરાની પ્રાચીન ઇમારત તાંબેકારની હવેલીની જાળવણી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સહકાર લેવામાં આવશે.