- જેટકો કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી
- હાઇટેનશન લાઈનના વીજ ટાવર નાખવાની કામગીરી
- ખેડૂતોને નુકશાનીનું વળતર નહીં મળતાં કંપની સંચાલકો સામે આક્રોશ
વડોદરા : જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવા આજવા રોડ પાસે અંદર ખેતરમાં હાઈટેનશન લાઈટના મોટા ટાવર ઊભા કરવામાં આવ્યા છે. જેટકો કંપની તરફથી ખેતરોના બંન્ને છેડા ઉપર હાઈ ટેન્શન લાઈટના મોટા ટાવરના બે-બે પાયા ઉભા કરવામા આવ્યા હતા. જેનો વિરોધ જે તે ખેતરના ખેડૂતોએ કર્યો હતો. ખેતરમાં ઉભા પાકનું પણ નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી ખેડૂતોએ માંગ કરી છે કે, જેટકો કંપની તરફથી જે લાઈટના ટાવરો ખેતરમાં ઉભા કરવામાં આવ્યા છે. એનું અમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ.