ગુજરાત

gujarat

By

Published : Sep 15, 2022, 4:02 PM IST

ETV Bharat / state

વડોદરામાં શાંતિપૂર્વક ગણેશજીનું વિસર્જન થાય તે માટે પોલીસ સજ્જ

આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક શાખા દ્વારા શ્રીજીની મૂર્તિઓ લઈ જવાના રૂટો ઉપર ટ્રાફિક નિયમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ઘોડેસવાર, વર્જ મોબાઈલ તેમજ રૂટ પરના CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા જેવી તમામ સુરક્ષા વ્યવસ્થાનું બંદોબસ્ત કરી દેવામાં આવ્યું છે. તેની સાથે વિસર્જનમાં આ સુંદર દ્વશ્યોને ફોટોગ્રાફર કેમેરામાં કેદ કરે તે માટે 50 ફોટોગ્રાફર પણ રાખવામાં આવ્યા છે.એટલું જ નહિ પોલીસની આ કામગીરીમાં સાઈબર ક્રાઈમ પોલીસ પણ તેમનો સાથ આપશે. સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ખોટી અફવાઓ ફેલાવનાર તે વિસર્જન સંબંધિત કોઈ ખોટા મેસેજ વાયરલ કરનાર અંગે સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવશે. તેની સાથે પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા માધ્યમથી પણ કોઈ ખોટી અફવા ફેલાવનાર વિરુદ્વ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉલ્લાસભેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ઉત્સાહભેર ગણપતિ બપ્પાને પોતાના ઘરે લાવી તેમની પૂજા-અર્ચના કરે છે. ઉત્સાહભેર 10 દિવસ વિત્યા બાદ વિદાયની વેળા પણ આવી જાય છે. લોકો વાજતે-ગાજતે શ્રીજીને વિદાય આપતા હોય છે. દેશભરમાં લોકો શ્રીજીની પ્રતિમાને તળાવ નદીમાં વિસર્જન કરતા હોય છે. મોટી સંખ્યામાં લોકો વિસર્જન માટે નીકળતા આ વખતે પોલીસ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આવતીકાલે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ પુર્ણ થતા VMC દ્વારા નક્કી કરાયેલા તળાવોમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આવતીકાલે વડોદરા શહેરમાં કુલ 1290 જેટલી પ્રતિમાનું વિસર્જન થવાનું છે. ત્યારે વિસર્જનને ધ્યાને રાખી શહેર પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ બંદોબસ્તમાં DCP કક્ષાના 9 અધિકારી,DySP કક્ષાના 28 અધિકારી, PI કક્ષાના 90 અધિકારી, PSI CRPF સહિત મહિલા શી-ટીમના સ્કોડ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક શાખા દ્વારા શ્રીજીની મૂર્તિઓ લઈ જવાના રૂટો ઉપર ટ્રાફિક નિયમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ઘોડેસવાર, વર્જ મોબાઈલ તેમજ રૂટ પરના CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા જેવી તમામ સુરક્ષા વ્યવસ્થાનું બંદોબસ્ત કરી દેવામાં આવ્યું છે. તેની સાથે વિસર્જનમાં આ સુંદર દ્વશ્યોને ફોટોગ્રાફર કેમેરામાં કેદ કરે તે માટે 50 ફોટોગ્રાફર પણ રાખવામાં આવ્યા છે.એટલું જ નહિ પોલીસની આ કામગીરીમાં સાઈબર ક્રાઈમ પોલીસ પણ તેમનો સાથ આપશે. સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ખોટી અફવાઓ ફેલાવનાર તે વિસર્જન સંબંધિત કોઈ ખોટા મેસેજ વાયરલ કરનાર અંગે સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવશે. તેની સાથે પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા માધ્યમથી પણ કોઈ ખોટી અફવા ફેલાવનાર વિરુદ્વ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શ્રીજીના વિસર્જન માટે VMC દ્વારા દશામાં કુત્રિમ તળાવ ગોરવા, નવલખી કુત્રિમ તળાવ રાવપુરા, સમા-હરણી રીંગ રોડ કુત્રિમ તળાવ હરણી, કુબેરેશ્વર કુત્રિમ તળાવ વાઘોડીયા રીંગ રોડ પાણીગેટ, ઈન્ટ્રપ્રસ્થ કુત્રિમ તળાવ ઈલોર પાર્ક જેવા વિવિધ કૃત્રિમ તળાવો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કુલ 1290 જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે ગોરવા ખાતે 6 ક્રેન, નવલખી ખાતે 14 ક્રેન, સમા-હરણી રીંગ રોડ ખાતે 5 ક્રેન તથા કુબેરેશ્વર માર્ગ ખાતે કુલ-4 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સમા ખાતે 2 ક્રેન, પાણીગેટ ખાતે 3 ક્રેન રીઝર્વમાં રાખવામાં આવી છે. તેમજ સમા,બાપોદ,છાણી, માંજલપુર, ગોત્રી, જે.પી.રોડ, મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ મળી 17 જેટલી ક્રેન રીઝર્વમાં રાખવામાં આવ્યા છે. આમ પોલીસ દ્વાર કુલ 53 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details