વડોદરાઃ દેશમાં કોરોના વાઈરસના ફેલાતા સ્થળો પણ તકેદારી રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યાં લોકોની વધુ અવર-જવર રહે છે, તેવી સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં રજાઓ આપી દેવામાં આવી છે. આ સાથે દરેક સરકારી-અર્ધ સરકારી ઓફિસોમાં ટેમ્પરેચર ગન દ્વારા સ્ક્રિનિંગ કરવાની તેમજ સેનેટાઇઝરની સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. આ સાથે કેટલીક સંસ્થાઓમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વડોદરામાં ટેમ્પરેચર ગન વડે પોલીસ જવાનોનું સ્ક્રિનિંગ કરાયું - કોરોના વાયરસ
દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. 24 કલાક ખડેપગે ફરજ બજાવતા પોલીસ જવાનોના આરોગ્ય માટે પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર ગન દ્વારા પોલીસ જવાનો તેમજ વિવિધ કામ માટે પોલીસ ભવનમાં આવતા અરજદારોનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
વડોદરા ટેમ્પરેચર ગન વડે પોલીસ જવાનોનું સ્ક્રિનિંગ કરાયુ
પોલીસ જવાનો તેમજ પોલીસ ભવનમાં આવતા અરજદારોનું ગન ટેમ્પરેચર દ્વારા સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસ ભવનમાં સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ જવાનો કે અરજદારોમાં 99 ટકાથી વધુ ટેમ્પરેચર જણાઇ આવે તો તેઓને ચેકઅપ માટે મોકલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.