વડોદરા: શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા ગોડાઉનમાં ATSની ટીમે રાતના સમયે દરોડો કરી કાર્યવાહી હાથ ધરી હતી. ATSના દરોડામાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું (drugs factory Raid in Vadodara) હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે. સિંધરોટ પાસે મહીસાગર કાંઠે લીલેરીયા ફાર્મ હાઉસની પાસેના ખેતરમાં શેડ બનાવીનેMd ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાની બાતમી આધારે ATSની ટીમે તેમજ વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના સાડા આઠ વાગે દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં 500 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું તેમજ 5થી વધુ વ્યક્તિની અટકાયત કર્યાના સુત્રો સામે આવ્યા છે. (Sindhrot village drugs factory)
ડ્રગ્સનો ગોરખધંધો મળતી માહીતી મુજબ ભેંસોના તબેલાની આડમાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જેને લઈને કેટલા સમયથી આરોપીઓ આ ગોરખધંધો ચલાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ત્યારે સિંધરોટમાં (Police operation in Sindhrot) મોડી રાતથી લઈ અત્યાર સુધી ઓપરેશન ચાલુ હતું. સિંધરોટમાં કોણ કેવી અને કેટલી ભૂમિકા છે? તે દિશામાં પણ ATS તપાસ કરી રહી છે. આ ગોરખધંધામાં સામેલ લોકોને મંજુસરના કૌભાંડી સાથે કોઈ સંબંધ છે કે કેમ? તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધાર્યો છે. આ ફેક્ટરીમાં ડ્રગ્સનું રો મટીરીયલ પકડાયું કે કેમિકલ તેની તપાસ ATS ટીમ કરી રહી છે. તપાસમાં FSL ની ટીમ સાથે વડોદરા SOG પોલીસ અને તાલુકા પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. (Drugs seized in Vadodara)