વડોદરા શહેર દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે બપોરના સમયે એક વ્યક્તિએ આત્મહત્યા (Suicide at Darjipura Air Force Station) કરી લેતા ચકચાર મચી ગઈ હતી. દરજીપુરા સ્ટેશન નજીક વોચ ટાવર ઉપર ફરજ બજાવતા એરફોર્સ જવાને કોઇ અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રાઇફલમાંથી ગળાના ભાગે ગોળી મારી દીધી હતી. પોલીસની બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. (Suicide Diwali day in Vadodara)
દિવાળી માતમમાં છવાઈ, જવાને ગોળી મારી કરી આત્મહત્યા
વડોદારમાં વોચ ટાવર ઉપર ફરજ બજાવતા એરફોર્સ જવાને ગળાના (suicide case in Vadodara) ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં (Vadodara Crime News) તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે શુું છે સમગ્ર મામલો જાણો. (Air Force suicide case in Vadodara)
શું છે સમગ્ર મામલો મૂળ હરિયાણાના રોહતક ખાતે રહેતા અને હાલમાં (suicide case in Vadodara) દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા રામપ્રસાદ ધરણસિંહ જાટ વોચ ટાવર ખાતે ફરજ બજાવતા હતા. સોમવારે બપોરના સમયગાળા દરમિયાન ભોલાસિંહ નામના જવાન ફરજ ઉપર હતા. જ્યારે રામપ્રસાદ જાટને 2થી 4ના સમયગાળા દરમિયાન ફરજ સોંપવામાં આવી હતી. આ દરમિયાન રામપ્રસાદ જાટ ફરજ ઉપર આવતા ભોલાસિંહ વોચ ટાવર પરથી નીચે ઉતર્યા અને રામપ્રસાદ ટાવર ઉપર પહોંચતાની સાથે જ ધડાકાનો અવાજ સંભળાતા ભોલાસિંહ વોચ ટાવર ઉપર દોડી ગયા હતા. જ્યાં રામપ્રસાદ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. (Vadodara Police Suicide Case)
દિવાળીના દિવસે આત્મહત્યા તેમના ગળાના ભાગેથી લોહીની ધારા વહેતી થઈ હતી. આ બનાવ અંગે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે મોકલી હરણી પોલીસને (Vadodara Crime News) બનાવની જાણ કરવામાં આવી હતી. હરણી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, ત્યારબાદ બનાવની જાણ (Vadodara Police) રામપ્રસાદ જાટના પરિવારને કરવામાં આવી છે. જોકે, આત્મહત્યા કારણ જાણી શકાયું નથી, ત્યારે દિવાળીના દિવસે જ એરફોર્સ જવાને આત્મહત્યા કરી લેતા એરફોર્સ જવાનોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. જોકે, જાણવા મળી રહ્યું છે કે આ બનાવની તપાસ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવશે. (Air Force suicide case in Vadodara)