વડોદરા : શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમના કેસો વધતા જાય છે. અથવા તો કોઈ સ્ત્રીને છેડતી (Parineeta hands holding in Vadodara) કરનારાઓના પણ કેસ સતત સામે આવ્યા રાખે છે. ત્યારે વડોદરામાં પડોશી પરિણીતાનો હાથ પકડી લેતા સ્ત્રી બુમાબુમ કરવા લાગી હતી. પરિણીતાનો પતિ બહાર છોડાવવા આવ્યો તો તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જોકે, આ બનાવને લઈને પોલીસ ફરિયાદ (Vadodara Police) કરવામાં આવી છે તેવા સમાચાર સામે આવ્યા છે. (Tandalja Parineeta hands holding)
પાડોશીએ પરિણીતાનો હાથ પકડી લેતા છોડાવવા આવેલા પતિને માર્યો - વડોદરામાં છેડતી કેસ
વડોદરામાં તાંદલજા વિસ્તારમાં એક પડોશીએ પરિણીતાનો હાથ (Tandalja Parineeta hands holding) પકડી લેતા સ્ત્રી બુમાબુમ કરવા લાગી હતી. અવાજ સાંભળતા પતિ છોડવવા માટે આગળ આવ્યો તો પડોશીએ તેને મુક્કો મારતા ઈજાઓ પહોંચી હતી. પોલીસને બનાવની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Parineeta hands holding in Vadodara)
શું હતી સમગ્ર ઘટના શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ચૈતાલી એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા બપોરના સમયે સાબુ લેવા માટે બહાર નીકળી હતી. આ દરમિયાન તેમના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મુજફ્ફર ઉર્ફે બબલુએ પરિણીતાનો હાથ પકડી લીધો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ મુઝફ્ફરને હાથ છોડી દેવા બૂમાબૂમ કરી હતી. જેથી પરિણીતાનો પતિ બહાર આવ્યો હતો અને હાથ છોડી દેવા કહ્યું હતું. (Parineeta hands holding in Vadodara)
બનાવ અંગે જે પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદજોકે ગુસ્સે ભરાયેલા મુજફ્ફરે પરિણીતાના પતિને હાથમાં પહેરેલ પંચથી મોઢા પર મુક્કામાર્યા હતા. તેને લોહીલુહાણ કરી દીધો હતો. તેમજ પરિણીતાને પણ માર માર્યો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને માથે ટાંકા આવ્યા હતા. બનાવ અંગે પરિણીતાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Vadodara Crime News)