વડોદરા :શહેરના સિંઘરોટ ખાતેથી 700 કરોડોથી વધુ રૂપિયાનું ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. આ ફેક્ટરીની તપાસ કરતા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી બ્રોકીંગની દુકાનમાંથી શંકાસ્પદ મટીરીયલ ભરેલા બેરલ મળી આવ્યા હતા. જે બાદ સયાજીગંજમાં આવેલા આનંદ કોમ્પલેક્ષમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા પંચોને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે સ્થાનિકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
પંચોને સાથે રાખી સર્ચ કરાયુંતાજેતરમાં ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોર્ડ દ્વારા સિંઘરોટ પાસેથી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ મામલે ફેક્ટરીના માસ્ટર માઇન્ડ સહિત અનેકની ધરપકડ કરી હતી. જે સંદર્ભે આજે વડોદરાના સયાજીગંજમાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. આજે સિંઘરોટમાંથી મીની ડ્રગ્સ ફેક્ટરી પકડાવવા મામલે ત્રણ આરોપીઓ તેમજ પંચને સાથે રાખીને બપોરના સમયે સયાજીગંજ વિસ્તારમાં આવેલા આનંદ કોમ્પલેક્ષમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસનો ધમધમાટલોકોથી ધમધમતા સયાજીગંજ વિસ્તારમાં અચાનક ગુજરાત ATS અને વડોદરા SOGના જવાનોએ કાર્યવાહી શરૂ કરતા લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સંદર્ભે ગણગણાટ શરૂ થયો હતો. તો બીજી તરફ ગુજરાત ATS દ્વારા સત્તાવાર રીતે આ સંદર્ભે કોઇ જાણકારી આપવામાં આવી નથી. હાલમાં આ ત્રણે આરોપીઓને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થતા ગુજરાત ATS દ્વારા તપાસ પૂર્ણ થતાં પરત ફરશે.