આગામી દિવસમાં આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ તંત્રએ સૌની સલામતી અર્થે બેઠકનું આયોજન કરાયું હતું. જે બુધવારે સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. જેમાં જ્વેલર્સ આંગડિયા અને ફાઇનાન્સ કંપની સંચાલકો સહિત વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
વડોદરામાં પોલીસે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી સંયુકત મીટીંગ યોજી - latest news of SSG hospital
વડોદરાઃ શહેરમાં દિવાળીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા SSG હૉસ્પિટલના ઓડીટોરીયમ ખાતે બેઠકનુું આયોજન કરાયું હતું. બેઠકમાં વેપારીઓને નિયમનું પાલન કરવા અને સલામતી જાળવવા માટેના સૂચનો કરાયા હતા. જેમાં જવેલર્સ, આંગડીયા પેઢી અને ફાયનાન્સ કંપનીના વેપારીઓ મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.
વડોદરામાં પોલીસે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી સંયુકત મીટીંગ યોજી
આ બેઠકમાં વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ DCP, ASP, અને PI અને સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. તેમને સંચાલકો સાથે વાત કરી જરૂરી સૂચના આપી હતી. ત્યારે વેપારીઓએ પણ પોલીસ અધિકારીઓની સૂચનાઓને અનુસરવાની ખાતરી આપી હતી.