ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં લોકડાઉનના નિયમનું ઉલ્લઘંન કરનારા વેપારીની પોલીસે કરી ધરપકડ - Manjalpur Police Station

વડોદરા માંજલપુરમાં દુકાન ખોલીને લોકડાઉનના નિયમનો ભંગ કરી પાન-મસાલા, ગુટખા અને સિગારેટ વેચતા વેપારીની પોલીસને જાણ થતા ધરપકડ કરી હતી.

વડોદરા માંજલપુરમાં લોકડાઉનના નિમનું ઉલ્લઘંન કરનારા વેપારીની પોલીસે ધરપકડ કરી
વડોદરા માંજલપુરમાં લોકડાઉનના નિમનું ઉલ્લઘંન કરનારા વેપારીની પોલીસે ધરપકડ કરી

By

Published : May 14, 2020, 10:26 PM IST

વડોદરાઃ શહેરમાં લોકડાઉનમાં પ્રતિબંધિત હોવાથી પાન-મસાલા, ગુટખાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં A-104, સુવર્ણ કોમ્પ્લેક્ષમાં રહેતા રાકેશ ઘનશ્યામભાઇ પટેલ પોતાની ઓમ સાંઇ નામની દુકાનમાં પાન, મસાલા, ગુટખા તેમજ વિવિધ પ્રકારની સિગારેટ વેચતા હતા.

નિયમનું ઉલ્લઘંન કરનારા વેપારીની પોલીસે કરી ધરપકડ

આ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસે દુકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત પાન, મસાલા, સિગારેટ, ગુટખા સહિતનો રૂપિયા 19,980નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે વેપારીની ધરપકડ કરી તેઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details