વડોદરા : મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચાઈનીઝ દોરી અને તુક્કલ (Vadodara Chinese door and tukkal) પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં એકાએક ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેને લઈ વડોદરા શહેર પોલીસે ચાઈનીઝ દોરી તેમજ તુક્કલ વેચનાર વેપારીઓ પર તવાઈ બોલાવી ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. ગત રોજ શહેર PBCએ ચાઈનીઝ તુક્કલનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. PBCએ 2.25 લાખના 22,500 નંગ ચાઈનીઝ તુક્કલ સહિત 4 લાખનો મુદ્દામાલ વ્યક્ત કર્યો છે. સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. (Vadodara chinese door)
જંગી માત્રામાં તુક્કલનો જથ્થો ઝડપાયોમકરસંક્રાંતિના પર્વને લઈ તમામ પતંગ રસીયાઓ પોતાના શોખ માટે ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ પર્વને લઈ કોઈપણ વ્યક્તિઓ ચાઈનીઝ તુક્કલ તેમજ દોરીનું વેચાણ ન કરે તે માટે શહેર પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ વડોદરા શહેર PBCએ બાતમીના આધારે બાજવાડા ખાતે આવેલ ગોડાઉન તેમજ ટેમ્પામાંથી ચાઈનીઝ તુક્કલ નંગ 17,500 મળી આવેલ તેમજ વધુ પૂછપરછ દરમિયાન વધુ ચાઈનીઝ તુક્કલ નંગ 5,000 હરણી રોડ ખાતે આવેલા સિંગલ રોડ ટ્રાન્સપોર્ટ ખાતેથી મળી આવતા ગોડાઉન માલિક સહિત ત્રણ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી સીટી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. (Chinese Tukkal quantity seized in Vadodara)
આ પણ વાંચોચાઈનીઝ દોરીને લઈને રાજયનું પોલીસ તંત્ર એક્શન મોડમાં, ડભોઈ પોલીસ અને SOGની ટીમનો સપાટો