વડોદરાઃ વડોદરા શહેરમાં રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે. સાથે જ રમઝાનમાં પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને ઘરમાં જ રોઝા ખોલે તેવી અપીલ કરી હતી.
રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવાની વડોદરા પોલીસ કમિશ્નરની અપીલ
વડોદરા શહેરમાં રમઝાન અને પરશુરામ જયંતિ પર્વની ઉજવણી ઘરમાં જ કરવા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે. સાથે જ રમઝાનમાં પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને ઘરમાં જ રોઝા ખોલે તેવી અપીલ કરી હતી.
રમઝાન
CCTV અને ડ્રોનની મદદથી નજર રખાશે
અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, રમઝાનના માસ દરમિયાન શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાત્રી દરમિયાન એક હજાર પોલીસ જવાનો નજર રાખશે. આ ઉપરાંત CCTV અને ડ્રોનની મદદથી નજર રખાશે. પોલીસને કાયદાકીય પગલા લેવા પડે તેવુ કોઇ કામ ન કરશો. બધાએ સાથે મળીને કોરોના વાઈરસની મહામારી સામે લડવાનું છે.