મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના આર્ટ્સ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટના કો-ઓર્ડિનેટરે પટ્ટાવાળા ચિરાગ વડદ્રા અને અંકિત ફણસે સહિત 12 વિદ્યાર્થીઓ સામે ઉત્તરવહીઓ ચોરવાની ફરીયાદ નોંધાવી છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે સાંઠગાંઠ કરી પરિણામમાં ફાયદો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્યુન દ્વારા યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીઓ કાઢી જઇ તેમાં સુધારા કરીને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યુ હતુ.
MSU ઉત્તરવહી કૌભાંડ- 2 પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો - paper leack
વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ચોરી બહાર લઈ જઈ તેમાં ચેડાં કરીને પાસ કરાવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ હતુ. જેમાં યુનિવર્સિટીએ પટ્ટાવાળા અને કેટલાક વિદ્યાર્થીઓ પર પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આ કૌંભાડની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.
MSUના સપ્લીમેન્ટ્રી કૌભાંડમાં 2 પટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો
પ્રાથમિક તબક્કે 12 વિદ્યાર્થીઓની વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં મોબાઇલ કોલ્સ અને SMS દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો. આ આખા પ્રકરણમાં મોટા માથાઓની પણ સંડોવણી હોવાની પૂરેપુરી શક્યતાઓ રહેલી છે. જેથી પોલીસે દરેક પાસા ધ્યાનમાં રાખીને તપાસનો દૌર શરુ કર્યો છે.