ગુજરાતમાં તહેવાર શરૂ થાય તે પહેલા જ વિદેશી દારૂના 29 પેટી સાથે અંદાજે રૂપિયા 11 લાખના મુદ્દમાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે રૂપિયા 11 લાખથી વધુના વિદેશી દારૂ સાથે આરોપીની કરી ધરપકડ - ભારતીય બનાવટની વિદેશી દારૂ
વડોદરા:શહેર પોલીસે રાજ્યમાં દારૂબંધી વચ્ચે ભારતીય બનાવટની વિદેશી દારૂના 11 લાખના મુદ્દમાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
વડોદરા શહેર પોલીસની પીસીબી શાખાએ બાતમીના આધારે ઇનોવા કાર અને એક્ટિવામાં ભરેલા દારૂના જથ્થા સાથે રૂપિયા 11.70 લાખના મુદ્દામાલ સહીત એકની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ શહેરના નવાપુરા વિસ્તારમાં દારૂની પેટીઓનું કટીંગ થઇ રહ્યું છે તેવી બાતમી પીસીબીના ઇન્ચાર્જને મળી હતી. જેથી બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી દરોડો પાડતા એક્ટિવા અને ઇનોવા ક્રિસ્ટલ કારમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ ઘટના સ્થળેથી ઇનોવા કાર, એક્ટિવા અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 11.70 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે આ બનાવમાં અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.