યુવતીએ સુરતના ડૉ.વિપુલ મિસ્ત્રી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2013થી 2015 ચાર વર્ષના સમય ગાળામાં સુરતના ડૉક્ટર દ્વારા યુવતી સાથે વડોદરા શહેરની હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ બાળકને જન્મ આપ્યો હતો.
વડોદરામાં દુષ્કર્મની ફરિયાદ બાદ સુરતના ડૉ. વિપુલ મિસ્ત્રીની ધરપકડ - police
વડોદરા: આપણાં સમાજમાં ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં ડૉક્ટર પોતાની ફરજ ભૂલીને ગુનો કરી બેસે ત્યારે ડૉક્ટરના વ્યવસાયને બદનામ કરતી ઘટના વડોદરા શહેરમાં પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરની એક યુવતીએ શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ થતાં ડૉકટરી જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
જો કે, કોઈ કારણસર બીમાર બાળકનું બ્લડ ગ્રુપ ચેક કરાવતા બાળકનું બ્લડ ગ્રુપ પતિ-પત્નીના બલ્ડ ગ્રુપથી અલગ આવતા પતિને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે, આ સમગ્ર મામલામાં આખરે ડૉક્ટરે યુવતી અને તેના પુત્રને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ડૉક્ટર દ્વારા ધાક ધમકી કરવામાં આવતી હોવાથી મહિલાએ શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ડૉક્ટર વિપુલ મિસ્ત્રીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ ઘટના બાદ તબીબી ક્ષેત્રમાં ભળભળાટ મચી જવા પામ્યો છે.