વડોદરા: શુક્રવારે રાત્રે શહેરના નાગરવાડા ખાતે બળીયાદેવ મંદિરે પીપળાના ઝાડને પાણી ચડાવો તો કોરોના વાઈરસ દૂર થાય છે તેવી વાત એ જોર પકડતા મોટી સંખ્યામાં લોકો પાણી ચડાવવા ધસી આવ્યા હતા. જે થી કારેલીબાગ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકડાઉનના પગલે લોકટોળા દૂર કરી મંદિર બંધ કરાવ્યું હતું.
અંધશ્રદ્ધાઃ પીપળાને પાણી ચઢાવવાથી કોરોના ભાગે છે તેવી અફવા સાંભળતા જ લોકોના ટોળે ટોળા ભેગા થયા
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં પીપળાના ઝાડને પાણી પીવડાવવાથી કોરોનાંનો નાશ થાય છે. તેવી અફવાના પગલે મોટી સંખ્યામાં લોકો બળીયાદેવ મંદિરે ઉમટી પડતાં કારેલીબાગ પોલીસે આવી ખોટી અફવા ફેલાવનાર અને જાહેરનામાનો ભંગ કરનાર છ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અંધશ્રધ્ધા સામે લોકડાઉનની હાર, પીપળાને પાણી ચઢાવવાથી કોરોના ભાગે છે તેવી અફવા સાંભળતા જ લોકોના ટોળે ટોળા ભેગા થયા
વોટ્સએપના માધ્યમથી ખોટી અફવા ફેલાવનાર તેમજ મંદિર પાસેથી 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં કિરણ રાણા ,વિજય રાણા, સંજય રાણા, ભાવેશ રાણા, ધર્મેશ રાણા અને સચિન રાણા તમામ રહે. નાગરવાડાનો સમાવેશ થાય છે. કારેલીબાગ પોલીસે તમામની લોકડાઉનના જાહેરનામાનો ભંગ તથા ખોટી અફવા ફેલાવાના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.