વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલિસને મળેલી બાતમીના આધારે ધાડ પાડવાની તૈયારી સાથે જતા શીકલીગર ગેંગના 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે બાતમીના આધારે આ ગેંગના શખ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તરફ ધાડ પાડવાની ઘટનાને અંજામ આપવા જતા હતાં. જે સમયે તેમની કાર રોકી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ ગેંગ ભૂતકાળમાં પણ અનેક લૂંટ અને ધાડની ઘટનાને અંજામ આપી ચુક્યા છે. આંતરરાજ્ય શીકલીગર ગેંગના આ 5 આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો સાથે અંદાજે 8 લાખ 16 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની કરી ધરપકડ - દેશી તમંચા
વડોદરા: ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની ઘાતક હથિયારો સાથે કરી ધરપકડ કરી હતી. વડોદરા જિલ્લામાં ધાડ પાડવાની તૈયારી સાથે જતા શીકલીગર ગેંગને દેશી તમંચા જેવા જીવલેણ હથિયારો સાથે 5 શખ્સોની જિલ્લા ગ્રામ્ય પોલીસે ધડપકડ કરવામાં આવી હતી.
વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે શીકલીગર ગેંગના 5 આરોપીઓની કરી ધરપકડ
વડોદરા શહેર અને જિલ્લામાં અગાઉ પણ આ ગેંગ ચોરી અને ધાડની ઘટનાને અંજામ આપી ચુકી છે. આ શીકલીગર ગેંગે વડોદરા ઉપરાંત અમદાવાદ, તેમજ આંતર રાજય દિલ્હી, રાજસ્થાન ખાતે ચોરી કરી હોવાની હાલ પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની હાલ જિલ્લા પોલીસ પુછપરછ કરી રહી છે.