વડોદરા : રાવપુરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતાં સંતોષ નારાયણ રાવ LIBનું તથા હોમ ક્વોન્ટરાઈન કરાયેલા દદીઓને ચેક કરવાનું કામ કરતા હતા. તારીખ 15 એપ્રીલે ડ્યૂટી પુર્ણ કરીને બપોરે 3 કલાકે બાઈક પર ઘરે જતા હતા, તે સમયે દાંડિયાબજાર ચાર રસ્તા પાસે અકસ્માતમાં સંતોષ રાવને માથા તથા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાં તેમને માથાના ભાગે 12 ટાંકા ઉપરાંત પગમાં ફેક્ચર થયુ હતું.
લોકડાઉનમાં જીવ જોખમમાં મૂકીને પણ ફરજ બજાવી રહી છે પોલીસ - પોલીસ કર્મી
લોકડાઉનમાં પોલીસ કર્મીઓ જીવ જોખમમાં મૂકી ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે માથામાં 12 ટાંકા અને પગમાં ફેક્ચર હોવા છતાં રાવપુરા પોલીસ સ્ટેશનના ASI સંતોષ રાવે ઘરે રહીને આરામ કરવાની જગ્યાએ ફરજ પ્રત્યેની નિષ્ઠા બતાવી હતી.
જીવ જોખમમા મુકીને પણ ફરજ બજાવી રહી છે પોલીસ
ડૉક્ટરે 21 દિવસ આરામ કરવા કહ્યું હતું. દરમિયાન ગઈકાલે તેઓ ફરી હોસ્પિટલમાં બતાવવા જતાં ડૉક્ટરે વધુ અઠવાડિયું રેસ્ટ કરવા જણાવ્યું હતું, પરંતુ સંતોષ રાવે મારે આરામ કરવો નથી, તેમ કહી આજે ફરજ પર હાજર થઈ ગયા હતા.