વડોદરા:વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા મહાનગર ના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ધારાસભ્ય સહિત સાંસદની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નો અને નવા આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હંમેશા નવા અંદાજમાં પોતાની ધારદાર રજૂઆત કરતા શહેરના માંજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના અંદાજમાં પાલિકાના અધિકારીઓ અને જવાબદારોને શહેરમાં મળતી શાકભાજી, ફળો અને અન્ય ખાદ્ય સામગ્રીમાં મોટાપાયે મિલાવટ થતી હોવાની વાત રાજુ કરી હતી અને આ બાબતે પાલિકા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને પાલિકા આ બાબતે ધ્યાન ન આપતું હોવાના આક્ષેપો કર્યા હતા સાથે રમુજી અંદાજમાં કહ્યું કે અહીં તો ઝેર પણ ડુપ્લીકેટ મળે છે.
આ પણ વાંચો Vadodara Crime : ચોરીનો બનાવ અટકાવવા વિધર્મીએ સિક્યુરિટીને હથિયારના ઘા ઝીંકી કરી હત્યા
ફૂટપાથ ગાંધીનગર જેવા થવા જોઈએ:શહેરમાં આવેલા ફૂટપાથ અંગે પણ રજૂઆત કરી હતી અને કહ્યું કે ફુથપાથ બનાવવાની સાઈઝ નક્કી કરાઈ નથી. વડોદરા શહેરના સોમા તળાવ થી કપુરાઈ ચોકડી પાસે ફૂટપાથ બનાવવામાં આવી છે. જેની માપણી કરતા એ 15 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડસર થી ખિસકોલી સર્કલ સુધી માત્ર દોઢ ફૂટ નો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ એક એવો રસ્તો છે કે, જેના પર કોઈ વાહન સામસામે આવે તો ચાલી શકે એમ નથી. ચાર ફૂટ ના રસ્તા બનાવવા જોઈએ. આ મામલો કોઈ કામગીરી થઈ નથી. વડોદરા શહેરમાં 15 તો ક્યારેક માત્ર દોઢ ફૂટ ના રસ્તાથી પ્રજા પરેશાન છે. જેના ઉપર બે લોકો સામ સામે ચાલી પણ ન શકે જેથી ઓછામાં ઓછો ચાર ફૂટ ના ફૂટપાથ બનાવવા જોઈએ. જો કે, વડોદરા શહેરમાં ક્યાંક 15 ફૂટ અને ક્યારેક માત્ર દોઢ ફૂટ ના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં દરેક ફૂટપાથ 4 ફૂટ છે અહીં કોઈ 4 ફૂટ નો યો કોઈ ક દોઢ ફૂટનો બને છે તેમાં સુધારો કરવો જોઈએ.