ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi visit Vadodara : વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ગૃહ રાજ્યપ્રધાને કરી સભા સ્થળની મુલાકાત - ગુજરાત ગૌરવ અભિયાન

વડાપ્રધાન આગામી 18 જૂનના વડોદરાના મહેમાન (PM Modi visit Vadodara)બનવાના છે. આ સભા સ્થળે ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને વડોદરાના પ્રભારી પ્રદીપસિંહ પરમાર સહિત પ્રધાનો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુમાં કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. વડોદરામાં ઐતિહાસિક સભાને વડાપ્રધાન સંબોધશે જે વડોદરા એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે.

PM Modi visit Vadodara: શહેરનું વાતાવરણ મહોત્સવમાં બદલાઈ ગયું: હર્ષ સંઘવી
PM Modi visit Vadodara: શહેરનું વાતાવરણ મહોત્સવમાં બદલાઈ ગયું: હર્ષ સંઘવી

By

Published : Jun 16, 2022, 8:47 PM IST

વડોદરા:વડાપ્રધાનના આગામી 18 જૂનના રોજ ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં વડોદરાના મહેમાન બનવાના છે. આજે સભા સ્થળે ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને વડોદરાના પ્રભારી પ્રદીપસિંહ પરમાર સહિત પ્રધાનો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ રૂટ અને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અધિકારીઓ અને વ્યવસ્થાપકોને આપ્યા હતા. આ નિરીક્ષણમાં રાજ્યકક્ષાના પ્રધાનો, ધારાસભ્યો, સાંસદ, પ્રદેશ મહામંત્રી, મેયર સાથે સંઘઠનના હોદેદારો સહિત વડોદરા શહેર પોલીસના પોલીસ કમિશનરની પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી.

હર્ષ સંઘવી

લોકાર્પણ અને ખાતમુહૂર્ત -વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદી વડોદરા આવી રહ્યા છે. સમગ્ર શહેરનું વાતાવરણ મહોત્સવમાં બદલાઈ ગયું છે અલગ અલગ રીતે તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. 18 જૂને 21000 કરોડથી વધુના પ્રોજેકટના લોન્ચિંગ અને ખાતમુહૂર્ત થશે સાથે રેલવે વિભાગના 16000ના પ્રોજેકટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1 લાખ 41000 પરિવારોને ઘરના સ્વપ્ન સાકાર થશે. જેમાં અનેક આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન ના હસ્તે કરવામાં આવશે.

આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: વિદ્યાનું ધામ કહેવાતું આ શહેર શૈક્ષણિક ક્ષેત્રે રચશે વધુ એક ઇતિહાસ

યોજનાની શરૂઆત કરવામાં આવશે -મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના થકી મોટી સંખ્યામાં મહિલાઓને પોષણ યુક્ત આહારની યોજનાની શરૂઆત કરવામાં આવશે. વધુમાં કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. વડોદરામાં ઐતિહાસિક સભાને વડાપ્રધાન સંબોધશે જે વડોદરા એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે. સાથે લોકોને અભિવાદન માટે કોઈ પ્લાનિંગ નથી સાથે 10 વાગ્યાથી લોકોને પ્રવેશ આપશે. સાથે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરનાર સામે FRI મામલે નિવેદન આપતા જણાવ્યું કે આવો કોઈ અલગથી વ્યવસ્થા નથી કોઈ પણ વ્યક્તિ સાથે ગેર વર્તણુક થાય તો FRI થઈ શકે છે.

આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: PM મોદીને આવકારવા મહિલાઓએ બનાવ્યું 100 ફૂટ લાંબુ બિન્દી મોઝેક

કોની કોની ઉપસ્થિતિ રહી -વડોદરાના પ્રભારી પ્રદીપ પરમાર સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું સાથે સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી , રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલ, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્યો અને વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા, પક્ષના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ સહિત પ્રધાનમંત્રીના સભાસ્થળની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાની જાણકારી મેળવવાની સાથે સૂચિત વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વિગતવાર સૂચનાઓ આપી હતી. તેમણે મુખ્ય મંચ તેમજ વિવિધ આમંત્રિતો અને લોકો માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા ઇત્યાદિની વિગતવાર જાણકારી મેળવવાની સાથે નિરીક્ષણ કર્યું હતુ. પૂર્વ મેયર ભરત ડાંગર અને અગ્રણીઓ તેમની સાથે રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details