વડોદરા : વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું કે, ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. હું એ દિવસ જોઇ રહ્યો છું કે, વિશ્વના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. ભારત વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટા પગલાં ભરી રહ્યું છે. ભારત ફાઇટર પ્લેન, ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે. ભારતમાં બનેલી વેક્સિન પણ દુનિયામાં લાખો લોકોની જિંદગી બચાવી રહી છે. "આત્મનિર્ભર ભારતની ઊંચી ઉડાન" આત્મનિર્ભર ભારતના પ્રણેતા વડોદરા ખાતે ભારતના સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે.
ગુજરાતમાં દેશમાં અગ્રેસર -રાજ્યના મુખ્યપ્રધાને તેમના સંબોધન દરમિયાન કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 18 ટકા અને એક્સપોર્ટમાં 30 ટકા યોગદાન સાથે દેશમાં અગ્રેસર છે. ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવાશે.
ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ વધ્યુંરક્ષાપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, પહેલાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વાતને ગંભીરતાપૂર્વક લેવાતી ન હતી, પરંતુ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત કંઇ પણ બોલે છે તો આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે, ભારત શું બોલી રહ્યું છે. ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન મોદી સ્ટેટ્સમેન છે, જે રાષ્ટ્રના વર્તમાનની સાથે ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રેલી યોજાઇ નવા વર્ષના પ્રારંભે પીએમ મોદી વડોદરા (PM Modi Vadodara Visit ) આવતા હોવાથી વડોદરાના ઔદ્યોગિક વિકાસને લઈ મોટી જાહેરાતો થઈ શકે છે. સાથે અગાઉ વડાપ્રધાન દ્વારા વડોદરામાં રેલી કેન્સલ કરવામાં આવી હતી. પરંતુ આવતી કાલે વડાપ્રધાન ઉદ્યોગજગતના અગ્રણીઓને સંબોધતા ( PM Modi Talks to Businessman ) પહેલા રેલી કરી શકે તેવી હાલમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીને જોતા સંભાવના વધી રહી છે.
આગમન પૂર્વે સુસજ્જ લેપ્રેસી મેદાન શહેરના લેપ્રેસી મેદાન ખાતે પીએમ મોદી વડોદરાની મુલાકાતે (PM Modi Vadodara Visit ) આવનાર છે ત્યારે વડાપ્રધાન 5,000થી પણ વધુ ઉધોગકારો સાથે ( PM Modi Talks to Businessman )ચર્ચા વિચારણા કરશે. લેપ્રેસી મેદાન ખાતે ખાસ બેઠક વ્યવસ્થા અને વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનની મુલાકાતને લઈ વડોદરામાં ઉદ્યોગનું રોકાણ પણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા તનતોડ તૈયારીઓ કરવામાં આવી છે. લેપ્રેસી મેદાન ખાતે વડોદરામાં થનાર 50 હજાર કરોડના રોકાણ બાદ વડાપ્રધાન વધુ પ્રોજેક્ટ જાહેર કરી શકે છે. મેદાનમાં હાલમાં વિશાળ ડોમ ,સફાઈ,વીજળી,લાઇટિંગ, ડોમ્સમાં પંખા અને અન્ય વ્યવસ્થાઓને લઈ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.
નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Vadodara Visit ) આગમનને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બે દિવસ માટે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર (No Drone Fly Zone) કરવામાં આવ્યો છે. આ દરમિયાન હેંગગ્લાઇડર,પેરાગ્લાઈર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ પણ નહીં કરી શકાય. જો કોઈ આવું કૃત્ય કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.