ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi visit Vadodara: પીએમ મોદીની 18મી જૂને વડોદરાની મુલાકાતને લઈને જોરશોરથી તૈયારીઓ - PM Modi in Vadodara

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને વડોદરાની મુલાકાતે (PM Modi visit Vadodara)આવી રહ્યા છે. વડાપ્રધાન પ્રથમ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ લેપ્રેસી મેદાનમાં વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં વિશાળ નારી શક્તિ સંમેલન યોજાશે. જેમાં વિવિધ (Nari Shakti Sammelan Vadodara)યોજનાના લાભ મળવાથી પગભર થનારી મહિલાઓ સાથે વડાપ્રધાન સંવાદ પણ કરશે.

PM Modi visit Vadodara: પીએમ મોદીની 18મી જૂને વડોદરાની મુલાકાતને લઈને જોરશોરથી તૈયારીઓ
PM Modi visit Vadodara: પીએમ મોદીની 18મી જૂને વડોદરાની મુલાકાતને લઈને જોરશોરથી તૈયારીઓ

By

Published : Jun 10, 2022, 1:37 PM IST

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને શહેરના(PM Modi visit Vadodara)આજવા રોડ પર આવેલા લેપ્રસી મેદાનમાં(Vadodara Leprosy Grounds)મહિલા અને જનશક્તિ સંમેલનને માર્ગદર્શન (Nari Shakti Sammelan Vadodara)આપવાના છે. આ સ્થળે વિરાટ જનસભા માટે સંકલિત વ્યવસ્થાઓ ઊભી કરવા મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા કાયદો,વ્યવસ્થા અને સલામતીલક્ષી કવાયત હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરવાના છે.

વડોદરાની મુલાકાત

સભા સ્થળ પર નિરીક્ષણ કર્યુ -આ મેદાનમાં 2,10,798 સ્કવેર ફૂટ જગ્યામાં સભા માટે આર એન્ડ બી વિભાગ દ્વારા સ્ટેજ અને 7 ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. એક ડોમમાં 80,000 લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરાશે. વડાપ્રધાન જનસભાના (PM Modi in Vadodara)સ્થળે મુખ્ય સચિવ પંકજ કુમાર, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર ડો. સમશેરસિંહ સહિત અધિકારીઓના સ્ટાફે સભા સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: "સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયું"

જર્મન ડોમની વિશેષતા -વડાપ્રધાનની જનસભાને લઈને આગામી 18 જૂનના રોજ હવામાન ખાતાની અગાહીના અગમચેતીના ભાગ રૂપે જર્મન ડોમ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જર્મન બનાવટનો ડોમ તેના મજબૂત ફાઉન્ડેશનના કારણે જાણીતો છે. ફાઉન્ડેશનમાં ડોમને જકડી રાખવા માટે બોલ્ટ લગાવાય છે. આ ડોમ 100 કિમિ ઝડપથી ફૂંકાતા વાવાઝોડું અને વરસાદથી સુરક્ષિત રાખે છે. હાલમાં વ્યવસ્થામાં 7 ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેની 550 મીટર લંબાઈ ,270 મીટર પહોળાઈ, 6 મીટરની ઉંચાઈ, 3500 લાઈટ ,3500 પંખા, 300 કુલર, 80 ટન AC, 100 LED સ્ક્રીન લગાવવામાં આવશે. સાથે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટવાની છે ત્યારે આજવા બાયપાસ સુધીના રોડ પર 20 સ્પોટ પર 25 થી 100 વાહનો માટેના પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

મહાકાળી માતાજીના દર્શન કરી વડોદરામાં સભા સંબોધશે -​​​18મીએ વડાપ્રધાન પ્રથમ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ લેપ્રેસી મેદાનમાં વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં વિશાળ નારી શક્તિ સંમેલન યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી મહિલાઓ સાથે વડાપ્રધાન સંવાદ પણ કરશે.

આ પણ વાંચોઃનવસારીમાં PM મોદીએ નિરાલી હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન

મેડિકલ ટીમો સહિત વિવિધ વ્યવસ્થા -વડાપ્રધાન કાર્યક્રમના સ્થળે 108 સહિત મેડિકલ ટીમોની વ્યવસ્થા રાખવામાં આવશે. ઉનાળાને અનુલક્ષીને બરોડા ડેરીના સહયોગથી છાશ, તેમજ પીવાના પાણીની જગ્યાઓએ તકેદારી રૂપે ઓ.આર.એસ. પેકેટ્સ રાખવામાં આવશે. આ ઉપરાંત લોક સુવિધા માટે સભા સ્થળ નજીક મોબાઈલ શૌચાલયો સહિતની સુવિધાઓ રાખવા વહીવટ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details