PM મોદીએ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં 80 હજાર મહિલાઓને અભિવાદન કર્યું વડોદરા: વડોદરા ભાજપ મહિલા મોરચા દ્વારા PMના સ્વાગત માટે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં નવલખી મેદાન ખાતે વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ મહિલાઓ PMને આવકારવા માટે પહોંચી હતી. વડોદરા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ટેકેદારો આવી પહોંચ્યા હતા. દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત નાચગાન સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
વડોદરાએ મને એક દિકરાની જેમ સાચવ્યો:લોકસભામાં મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં 33 ટકા અનામત બીલ પસાર થયા બાદ પ્રથમ વખત વડોદરા ખાતે જંગી મહિલા અભિવાદન સંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડોદરાને યાદ કરૂ એટલે એમ લાગે કે મારા જીવનના ઘડતરમાં અનેક પરિબળોમાં યોગદાન રહ્યું હશે, પરંતુ વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છે. ગુજરાતની મહિલાને-નારી શક્તિને મુશ્કેલીમાંથી બહાર નીકાળવામાં આપણે સફળ થયા છીએ તેનુ ગર્વ છે.
ગુજરાતમાં રોકાણ ક્ષેત્રે અનેક ગણો વધારો:વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રોકાણક્ષેત્રે અનેક ગણો વધારો થયો છે. વાઈબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં PM મોદીએ ભારતને દુનિયાની ટોપ-3 પૈકીની ઈકોનોમી બનાવવાની ગેરન્ટી આપી હતી. તેમણે ગુજરાતને દેશનું તો ભારતને દુનિયાનું ગ્રોથ એન્જિન એન્જિન ગણાવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં અન્ય રાજ્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે સ્ટેટ સમિટનું પણ આયોજન કર્યુ હતું. ગુજરાત હવે ફાઈનાન્સિયલ હબ અને એગ્રીકલ્ચર પાવર હાઉસ બન્યુ છે. ટેક્સટાઈલ ક્ષેત્રે અનેક રોજગાર ઉભા થયા છે. છેલ્લાં 20 વર્ષમાં તમામ ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થયો છે.
'I.N.D.I.A નહીં ઘમંડિયા ગઠબંધન': PM મોદીએ કહ્યું કે, તમે એમ ન માનતા કે, આ સુધરી ગયા છે, તમારો તાપ એટલો વધ્યો છે ને ભલા ભલાને આ બિલ પાસ કરવું પડ્યું, નહી તો એમણે તો ત્રણ ત્રણ દાયકા સુધી તેને અટકાવવા માટે જેટલા ખેલ થાય તેટલા કર્યા છે. એમનું રેકર્ડ જોઈ લેજો કેવા કેવા બહાના કાઢ્યા છે, પાર્લામેન્ટની અંદર બિલ ફાડી નાંખે અને નાટકબાજી ચાલે એક બાજુ કહે કે, અમે બિલ લાવ્યા તા અને બીજી બાજુ પેલાએ ફાડી નાંખ્યુ પરંતુ પેલા તમારી જોડે બેસેલા છે.
- Gujarat Vibrant Summit : વાયબ્રન્ટ સમિટ હવે દેશનું ગ્રોથ એન્જિન સાબિત થશે : PM મોદી
- PM Modi ChhotaUdepur : ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારનો વિકાસ કરવાનો મોકો મળ્યો : PM MODI