વડોદરા : ભારતમાં વિદેશમાંથી પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેમજ યુદ્ધ જેવી સ્થિતિમાં એના ભાવ પણ આસમાને પહોંચે છે, ત્યારે એનો વિકલ્પ રેલવે યુનિવર્સિટીના રિચર્સ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણ ફેલાય છે અને એના મોટા ડુંગર ખડકાય છે તેમજ એનો નાશ કરવો પણ અશક્ય છે. હવે એમાંથી રેલવે યુનિવર્સિટી દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ગેસ (single use plastic made) બનાવવામાં આવે છે. જેથી હવે ભવિષ્યમાં પેટ્રોલિયમ પેદાશો માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે અને સાથે કચરામાંથી મુક્તિ મળશે અને એમાંથી કંચન પેદા થશે. (Vadodara Railway University)
માત્ર કલાકોની પ્રોસેસથી ડીઝલ બને છે મળતી માહિતી અનુસારરેલવે યુનિવર્સિટીની લેબોરેટરીમાં પ્લાસ્ટિક પર રિસર્ચ દરમિયાન જુદાં જુદાં તાપમાન પર જુદું જુદું ફ્યુઅલ મળ્યું છે. જેમ કે 180 ડીગ્રી પર ડિસ્ટિલેટેડ પ્લાસ્ટો ફ્યુઅલ, 200 ડિગ્રી પર ડિસ્ટિલેટેડ પ્લાસ્ટો ફ્યુઅલ, 230 ડિગ્રી પર મળેલું પ્લાસ્ટો ફ્યુઅલ અને રૉ પ્લાસ્ટો ફ્યુઅલ પ્લાસ્ટિકમાંથી બનાવેલા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસની શુદ્ઘતા કેટલી છે. એ લેબમાં સ્થાપિત મશીનરીમાં માપવામાં આવે છે. જેથી ક્રૂડમાંથી મળેલા પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી મળેલા ફ્યુઅલની ગુણવત્તાની સરખામણી કરી શકાય છે. પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવા દરમિયાન છેલ્લે રાખ વધશે એનો ઉપયોગ પણ રોડ બનાવવા માટે થશે. આ માટેનો પ્રયોગ સફળ રહ્યો છે. આમ, હાલ જે પ્લાસ્ટિક માથાનો દુખાવો બન્યું છે. એના અંતિમ અવશેષ સુધીનો સદુપયોગ થઈ જશે. આ પ્લાન્ટ પોલિક્રેક ટેકનોલોજી પર આધારિત છે અને માત્ર 24 કલાકની પ્રોસેસમાં કચરામાંથી ડીઝલ બને છે. (Single Use Plastics in Vadodara)