વડોદરા: ડભોઇના સરિતા ક્રોસિંગ નજીક રેલવે ક્રોસિંગનું સમારકામ અને નવી રેલવે લાઇનની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી નવી રેલવે લાઇનનું ટેસ્ટીંગ કરવા માટે ટ્રેનના એન્જિન દોડાવવામાં આવી રહ્યા છે.
ડભોઇ: સરિતા રેલ્વે ક્રોસિંગની ઠપ્પ કામગીરીને લીધે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા રેલવે કોન્ટ્રાકટરો દ્વારા રેલ લાઇન ટેસ્ટિંગ માટે એન્જિન પસાર કરવામાં આવે છે પરંતુ સામાન્ય જનતાને નુકસાન ન થાય તે માટે કોઈપણ પ્રકારની જાહેર નોટિસ કે જાહેરાત કર્યા વિના જ ડભોઇ વડોદરા રોડ ઉપર પસાર થતાં વાહનોને અટકાવી દેવામાં આવે છે.
ડભોઇ: સરિતા રેલ્વે ક્રોસિંગની ઠપ્પ કામગીરીને લીધે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા જેને પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક માસમાં ત્રીજી વખત જાહેર નોટિસ વગર સરિતા ક્રોસિંગનો રસ્તો બંધ કરતા મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને કલાકો સુધી લોકો રોડ ઉપર અટવાયા હતા.
ડભોઇ: સરિતા રેલ્વે ક્રોસિંગની ઠપ્પ કામગીરીને લીધે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા છેલ્લા એક માસમાં ત્રીજી વખત આ ઘટના બની છે. છતાં રેલવે કોન્ટ્રાકટરો પોતાની મનમાની મુજબ કામ કરી રાહદારીઓને હેરાન પરેશાન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે પણ આવી જ ઘટના સરિતા ક્રોસિંગ નજીક બની હતી. જેમાં એક તરફ ડાઈવર્ઝન આપી વન-વે કરવામાં આવ્યો છે. તેમ છતાં ક્રોસિંગ ઉપરથી એન્જિન પસાર કરવા માટે જે.સી.બી.ની મદદથી રેલવે લાઇન ઉપરની કપચી હટાવા માટે રસ્તો કલાકો સુધી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ડભોઇ: સરિતા રેલ્વે ક્રોસિંગની ઠપ્પ કામગીરીને લીધે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા ઘટનાને પગલે રાહદારીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. જેને પગલે ભારે રોષ ફેલાયો હતો. જ્યારે કેટલાક પ્રવાસીઓને વેગાથી ડભોઇ આવવા માટે 2 કિલોમીટર સુધી પોતાના બાળકોને ઉચકી આવવું પડતું હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
ડભોઇ: સરિતા રેલ્વે ક્રોસિંગની ઠપ્પ કામગીરીને લીધે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા આવા સંજોગોમાં જો અચાનક એન્જિન આવી ચઢે અને મોટી જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકમુખે જાણવા મળ્યા હતા. રેલવે દ્વારા બ્રીજની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પણ કોન્ટ્રાકટરો દ્વારા જેટલા કલાક રસ્તો બંધ કરવાના હોય તેની જાહેરાત કરવામાં આવે તો રાહદારીઓને રસ્તો બદલી અવર જવર કરવાની ખબર પડે તેવું રાહદારીઓનું કહેવું છે. અચાનક રેલવે ક્રોસિંગ બંધ કરી દેતા બંને બાજુ 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો. જે 3 કલાકે ખોલવામાં આવ્યો હતો. જેને લઈ પ્રવાસીઓ અને રાહદારીઓએ રેલવે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
ડભોઇ: સરિતા રેલ્વે ક્રોસિંગની ઠપ્પ કામગીરીને લીધે ટ્રાફિકમાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા