વડોદરા: શહેરના પાદરા વિસ્તારના તાજપુરા રોડ પરના રહિશોએ ગંદકી સહિતની સમસ્યાઓથી પરેશાન થયા છે. હાલમાં ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ગટર લાઈનોનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી જાહેરમાં છોડવામાં આવે છે. જેનાં કારણે આ વિસ્તારમાં આવેલી અંબાલાલ પાર્ક સોસાયટી અને શિવમ સોસાયટી સહિતની સોસાયટીના રહીશો હેરાન થયા છે. દુર્ગંધ મારતું અને ગટરનું દુષિત પાણી જાહેરમાં છોડવામાં આવતા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે. જેના કારને આખો વિસ્તાર પરેશાન થયો છે. તેમજ ગંદકીના કારણે રહિશો રોગચાળાથી સતત પરેશાન રહે છે.
વડોદરાના પાદરા વિસ્તારના લોકો ગંદકીથી પરેશાન - અંબાલાલ પાર્ક
વડોદરા શહેરના પાદરાના તાજપુરા રોડ પર ગંદકીના કારણે સોસાયટીના સ્થાનિકો પરેશાન થયા છે. ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવથી અંબાલાલ પાર્ક સહિત શિવમ સોસાયટીના રહિશોનો મોરચો પાલિકાએ પહોંચ્યા હતો.
સોસાયટીના રહિશોએ પાદરા નગરપાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી. હાલમાં નવી ગટર લાઇન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે અનેક સમસ્યાઓથી આ વિસ્તારના રહિશો પરેશાન છે. અનિયમિત અને દુષિત પાણી મળતા મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. બિલ્ડરે કરેલા દબાણના કારણે પાણી આગળ જતું ન હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા હતા. દુષિત પાણીના કારણે મચ્છરોથી ત્રસ્ત સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર અને પાલિકાના ઉપપ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી. પાલિકાના ચીફ ઓફિસરે ગંદકીના નિવારણ માટેની ખાતરી આપી હતી.