ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઈ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય - Vadodara

ડભોઇ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. જેનું બીલ સહિત અનેક કામો લઈને ડભોઇના વેગા રોડ ઉપર આવેલ વીજ કચેરી ખાતે ગ્રાહકો અવારનવાર આવતા હોય છે. પણ છેલ્લા 6 માસથી આ કચેરી કેમ્પસ ખાતે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઇને ગ્રાહકો સહિત વીજ કચેરીના અધિકારીઓ પણ હેરાન પરેશાન થઇ ઊઠ્યા છે.

ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય
ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય

By

Published : Oct 4, 2020, 5:27 PM IST

વડોદરાઃ વીજ કંપની દ્વારા પાલિકા કચેરી ખાતે ઉભરાતી ડ્રેનેજની સમસ્યા અંગે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે. છતા પણ ડ્રેનેજની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેને પગલે વીજ કચેરી ખાતે આવતા ગ્રાહકોને ભારે દુર્ગંધ વચ્ચે બિલ ભરવાની ફરજ પડી છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય

ડભોઇ તાલુકામાં વીજ પુરવઠો પુરી પાડતી ટાઉન અને તાલુકાની મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી વેગા રોડ ઉપર આવેલ છે. તાલુકા અને ટાઉનમાંથી બહોળી સંખ્યામાં ગ્રાહકો વીજ સમસ્યા અને લાઇટ બિલ ભરવા માટે આ કચેરી ખાતે આવે છે. ત્યારે કચેરીના પટાંગણમાં જ છેલ્લા 6 માસથી ડ્રેનેજની સમસ્યાને પગલે ડ્રેનેજના દૂષિત દુર્ગંધ મારતા પાણી રોડ ઉપર વહી રહ્યા છે.

ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય

આ પ્રદુષિત પાણીના કારણે અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે આવતા ગ્રાહકો તંત્રના પાપે હાલાકીનો ભોગ બની રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓ પણ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય

હાલ જ્યારે સમગ્ર દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આવી જગ્યા પર કામ કરતા કર્મચારીઓ અને અવારનવાર આવતા ગ્રાહકો ડ્રેનેજના વહેતા પાણીથી ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય

તંત્રમાં આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ નિકાલ કરવામાં આવતો નથી.

ડભોઇ વીજ કંપનીની કચેરી કેમ્પસમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવાનો ભય

ABOUT THE AUTHOR

...view details